________________
૪૬
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૪
સૂત્ર-૪૫
અડાઈસ- સત્ર
સાધુવન-સૂત્ર
| સૂત્ર-વિષય :
આ સૂત્ર દ્વારા અઢીદ્વીપમાં રહેલા સર્વે મુનિરાજો-સાધુઓને વંદના કરવામાં આવેલ છે. તેમજ જેમને વંદના કરાઈ છે, તે સાધુઓનું સ્વરૂપ પણ આ સૂત્ર થકી પ્રગટ કરાયેલ છે.
v સૂત્ર-મૂળ :અઢાઈજેસુ દીવ-સમુદેસુ, પનરસસુ કમ્મભૂમીસુ; જાવંત કે વિ સાહુ, યહરણ-ગુચ્છ-પડિગ્નેહ-ધારા પંચમહબ્બય-ધારા, અઠારસ-સહસ્સ-સીલંગ ધારા અકખયાયાર-ચરિત્તા, તે સવ્વ સિરસા મણસા મ–એશ વંદામિર v સૂત્ર-અર્થ :
(આ તિછલોકમાં રહેલા) અઢીદ્વીપ અને બે સમુદ્રમાં આવેલ પંદર કર્મભૂમિઓમાં જે કોઈ સાધુ રજોહરણ, ગુચ્છ, (કાષ્ઠ) પાત્રોને ધારણ કરનારા, પાંચ મહાવ્રતને ધારણ કરનારા, અઢાર હજાર શીલાંગ રથના ધારક, અખંડિત આચાર અને ચારિત્રવાળા હોય તે સર્વે (સાધુઓને) લલાટે કરીને હું મનથી (ભાવથી) મસ્તક નમાવવાપૂર્વક અર્થાત્ મન અને કાયા વડે વંદન કરું છું.
1 શબ્દજ્ઞાન :અઢાઇજેસુ - અર્ધત્રીજા, અઢી દીવ - દ્વિપ (અને) સમુદેસુ - (બે) સમુદ્રોમાં પનરસસુ - પંદર કમ્મભૂમીસુ - કર્મભૂમિઓમાં જાવંત - જેટલા, જે કે વિ - કોઈ પણ
સાહુ - સાધુઓ રયહરણ - રજોહરણ, ઓઘો ગુચ્છ - ગુચ્છા પડિગ્રહ - પાત્રાને
ધારા - ધારણ કરનારા પંચમહબ્લય - પાંચ મહાવ્રતને ધારા - ધારણ કરનાર અઠારસસહસ્સ - ૧૮૦૦૦ સીલંગ - શીલના અંગને અકુખય - અક્ષત, સંપૂર્ણ
આયાર - આચાર (અને) ચરિત્તા - ચારિત્રવાળા
સિરસા - શિર-કાયા વડે, લલાટે કરી માણસા - મન વડે
મÖએણ - મસ્તક વડે