________________
૪૨
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૪ સંયમમાં રત એવા સાધુ યથાર્થ સાધના કરી શકે તે માટે ઉપદ્રવરહિત વાતાવરણ જરૂરી છે. આવું વાતાવરણ જળવાઈ રહે તે માટે ભવનદેવતાનો કાયોત્સર્ગ કરાય છે. આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણ અર્થાત્ એક નવકારનો કાયોત્સર્ગ કરીને ભવન દેવતાની સ્તુતિ બોલાય છે.
- સૂત્ર-નોંધ :– આ સ્તુતિ સંસ્કૃત ભાષામાં રચાયેલી છે અને ગાહા છંદમાં છે.
– આવશ્યકાદિ આગમ સૂત્રોમાં આ સૂત્રનો કોઈ આધાર મળેલ નથી. પણ આ સ્તુતિનું “જીસે ખિન્ને સ્તુતિ સાથે ઘણું જ સામ્ય છે. કદાચ તે પ્રાકૃત સ્તુતિનું કિચિંતુ પરિવર્તન સહ સંસ્કૃત રૂપાંતર પણ આ સ્તુતિમાં હોઈ શકે છે. અથવા પ્રાચીન સામાચારી હોઈ શકે છે કેમકે ધર્મસંગ્રહ આદિમાં આ સ્તુતિનો ઉલ્લેખ છે.
—X
—
—