________________
૩૮
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૪
છે અને તે “સુઅદેવયા' સ્તુતિને સ્થાને બોલાય છે. અર્થાત્ પ્રતિક્રમણમાં વંદિત્ત સૂત્ર બાદ બે-એક-એક લોગસ્સનો કાયોત્સર્ગ કર્યા પછી સિદ્ધાણં બુદ્ધાણં બોલી એક નવકારનો કાયોત્સર્ગ કરીને આ સ્તુતિ બોલાય છે. ફર્ક માત્ર એટલો કે સાધ્વી અને શ્રાવિકાગણે નમોર્ટસ્ સૂત્ર બોલવાનું હોતું નથી.
– આ સ્તુતિ ‘ગાહા' છંદમાં રચાયેલ છે. - વિશેષ વિવેચન અને કથન સૂત્ર-૪૦ મુજબ જાણવા. n સૂત્ર-નોંધ :– આ સ્તુતિની ભાષા સંસ્કૃત છે.
- આ સૂત્ર-સ્તુતિ આવશ્યક આદિ કોઈ આગમમાં જોવા મળતી નથી, ધર્મસંગ્રહ આદિ ગ્રંથો, પ્રતિક્રમણ વિધિમાં તેનો ઉલ્લેખ હોવાથી તેની પ્રાચીનતા સ્પષ્ટ છે. વિશેષ એ કે મલવાદીસૂરિ દ્વારા રચિત દ્વાદશાર નયચક્ર નામક ગ્રંથમાંટીકામાં પ્રારંભે મંગલાચરણરૂપે મૃતદેવતાની આ “કમલદલસ્તુતિ જોવા મળે છે.