________________
૩૬
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૪
Hસૂત્ર-૪૨ 'કમલદલ' થોય
મૃતદેવતા-સ્તુતિ
..
- સૂત્ર-વિષય :
આ સૂત્રમાં વિવિધ વિશેષણો દ્વારા મૃતદેવતાની સ્તુતિ કરવામાં આવેલ છે. જે સ્ત્રીઓ બોલે છે.
v સૂત્ર-મૂળ :(સુઅદેવયાએ કરેમિ કાઉસ્સગ્ગ. અન્નત્થ૦) કમલ-દલ-વિપુલ-નયના, કમલ-મુખી કમલગર્ભ-સમ-ગૌરી; કમલે સ્થિતા ભગવતી, દદાતુ મૃતદેવતા સિદ્ધિમ્ ૧ - સૂત્ર-અર્થ :(મૃત દેવતા, નિમિત્તે હું કાયોત્સર્ગ કરું છું)
કમલની પાંખડી જેવા વિશાળ નેત્રોવાળી, કમલ જેવા મુખવાળી, કમલના ગર્ભ જેવા ગૌર વર્ણવાળી અને કમળને વિશે રહેલ એવી ભગવતી મૃતદેવતા મને સિદ્ધિ આપો.
| શબ્દજ્ઞાન :કમલ - કમળની
દલ - પાંખડી જેવા વિપુલ - વિશાળ, મોટા
નયના - નેત્રવાળી મુખી - મુખવાળી
ગર્ભ - ગર્ભ, મધ્યભાગ સમ - સટશ, સરખી
ગૌરી - ગૌર વર્ણવાળી સ્થિતા - રહેલી
ભગવતી - પૂજ્ય, ભગવતી દદાતુ - આપો
મૃતદેવતા - શ્રુતદેવી સિદ્ધિ - સિદ્ધિને
વિવેચન :“સુઅદેવયા'ની માફક આ પણ મૃતદેવતાની થીય-સ્તુતિ જ છે. ફર્ક માત્ર એટલો કે આ સ્તુતિ સાધ્વીજી મહારાજ અને શ્રાવિકાઓ અર્થાત્ સ્ત્રીવર્ગે બોલવાની છે, પુરષોએ બોલવાની નથી. માત્ર એક ગાથામાં રચાયેલ એવા આ નાનકડા સૂત્રસ્તુતિના ચાર ચરણો “ગાહા' નામક છંદમાં તૈયાર થયેલા છે. તેનું શબ્દશઃ કિંચિત્ માત્ર વિવેચન અમે આ પ્રમાણે કરીએ છીએ
• મન--વિપુન-નયના - કમલના પત્ર-પાંદડી જેવા વિશાળ - મોટા