________________
પિત્તદેવયા થોય-વિશેષ કથન
૩૫
વંદિત્તસૂત્ર ગાથા-૩૦ના વિવેચનમાં ધન નામના વ્યાપારીનું દૃષ્ટાંત આપેલ છે. જેમાં મુનિદાન પ્રભાવથી સંતુષ્ટ થયેલા ત્યાંના ક્ષેત્રના દેવતાએ કાંકરાને રત્નોમાં ફેરવી દીધા હતા. અર્ણિકાપુત્ર આચાર્યને ગંગા નદી મધ્યે કેવળજ્ઞાન થયું ત્યારે ત્યાંના ક્ષેત્ર દેવતાએ કેવળજ્ઞાનનો મહોત્સવ કર્યો હતો ઇત્યાદિ દૃષ્ટાંતો પ્રસિદ્ધ છે.
I સૂત્ર-નોંધ :– આ સૂત્ર પ્રાકૃત ભાષામાં રચાયેલ છે.
– આ સૂત્રનું આવશ્યક આદિ આગમોમાં કોઈ આધાર સ્થાન જોવા મળેલ નથી, પણ ધર્મસંગ્રહ, પ્રતિક્રમણસૂત્ર બાલાવબોધ આદિમાં તેના ઉલ્લેખો જોતાં પ્રાચીન સામાચારીથી પ્રવર્તે છે તેવું અનુમાન થઈ શકે છે.
–૪
–૪
–