________________
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૪
સૂત્ર-૪૧ ખિત્તદેવયા-થોય
ક્ષેત્ર-દેવતા સ્તુતિ
- સૂત્ર-વિષય :
આ સૂત્ર ક્ષેત્રદેવતાની સ્તુતિરૂપ છે. જે ક્ષેત્રમાં સાધુ-સાધ્વી ધર્મક્રિયા કરે છે તે ક્ષેત્રના દેવતા પાસે વિદનોને નિવારવા માટે આ થોય દ્વારા પ્રાર્થના કરાયેલી છે.
. સૂત્ર-મૂળ :ખિત્તદેવયાએ કરેમિ કાઉસ્સગ્ગ. અન્નત્થ. જીસે ખિતે સાહુ, દંસણ-નાણહિં ચરણ-સહિએહિં; સાણંતિ મુકૂખમર્થ્ય, સા દેવી હરઉ દુરિઆઇ. v સૂત્ર-અર્થ :ક્ષેત્ર દેવતાની આરાધના નિમિત્તે હું કાયોત્સર્ગ કરું છું.
જેના ક્ષેત્રમાં રહીને સાધુ-સમુદાય સમ્યગદર્શન, સમ્યગૂજ્ઞાન અને સમ્યકૂચારિત્રના પાલન દ્વારા મોક્ષમાર્ગની સાધના કરે છે, તે ક્ષેત્રદેવતા દુરિતોનેઅનિષ્ટોને, વિનોને દૂર કરો.
in શબ્દજ્ઞાન :પિત્તદેવયાએ - ક્ષેત્રદેવતાની આરાધના નિમિત્તે કરેમિ - હું કરું છું
કાઉસ્સગ્ગ - કાયોત્સર્ગને જીસે - જેના
ખિજો - ક્ષેત્રને વિશે સાહૂ - સાધુ સમુદાય
દંસણ - દર્શન (અને) નાણહિં - જ્ઞાન વડે
ચરણસહિએહિં - ચારિત્રસહિત સાણંતિ - સાધે છે
મુકુખમગ્ઝ - મોક્ષમાર્ગને સા - તે, તેણી
દેવી - દેવી, દેવતા હરઉ - હરણ કરો
દુરિઆઈ - દુરિતોને, વિબોને - વિવેચન :
ક્ષેત્ર દેવતા આરાધના અર્થે કરાતા કાયોત્સર્ગ માટેનું વિધાન અને એક નવકારનો કાયોત્સર્ગ કર્યા પછી બોલાતી સ્તુતિનું કથન કરતું આ એક નાનકડું સૂત્ર છે. જે “ખિત્તદેવયા નામે પ્રસિદ્ધ છે. જેમાં એક નવકારના કાયોત્સર્ગ પછી સ્તુતિ બોલાય છે. આ સ્તુતિનું શબ્દશઃ વિવેચન આ પ્રમાણે છે–
• લિવથી - ક્ષેત્રદેવતાની આરાધના નિમિત્તે