________________
પોસહ-પારણ-સૂત્ર-વિશેષ કથન
પણ ખંડિત થવા દીધી નથી. શાસ્ત્રોમાં સૂર્યયશા રાજા સુવ્રતશેઠ આદિ બીજા પણ આવા દૃષ્ટાંતો નોંધાયેલા છે. જે સર્વે કથાનકોનો એક માત્ર નિષ્કર્ષ એ છે કે, મનુષ્યએ લીધેલી પ્રતિજ્ઞાનો નિર્વાહ નાના-મોટા કોઈપણ વિઘ્ન ઉત્પન્ન થાય તો પણ પૂર્ણ કરવા પ્રતિબદ્ધ રહેવું જોઈએ. જેઓ પ્રતિજ્ઞાનું પરિપાલન પૂર્ણતયા ન કરતા ચલિત થઈ જાય છે, તે અધન્ય છે. આવા નિઃસત્વ જીવો આ લોકમાં લોકનિંદાને પામે છે અને ‘પરલોકમાં પણ દુર્ગતિના અધિકારી બને છે.
આ સૂત્રની બીજી ગાથામાં દૃઢ વ્રત પાલન કર્તા આત્માઓની શ્રમણ ભગવંત મહાવીરે કરેલી પ્રશંસાનું કથન છે. જેમાં સુલસા આદિના દૃષ્ટાંત છે. આવા બીજા પણ દૃષ્ટાંતો આગમ શાસ્ત્રોના પાને નોંધાયેલા છે. જેમકે સદ્દાલપુત્ર શ્રાવક, અણગાર ધન્નો કાકંદી, અણગાર ઢંઢણ ઋષિ, મેતારજ મુનિવર ઇત્યાદિના દૃઢવ્રતપણાને પરમાત્માએ પ્રશંસેલ છે. આવા દૃઢપ્રતિજ્ઞ મહાપુરુષ કે મહાસતીઓના જીવન આરાધક આત્માઓના જીવનમાં માર્ગદર્શક બને તે પ્રસ્તુત ગાથાનો મુખ્ય
ધ્વનિ છે.
-
૧૮૭
પછીના ગદ્ય ખંડોમાં 'વિધિ'નું માહાત્મ્ય રજૂ કરે છે. પ્રત્યેક ધર્માનુષ્ઠાન પછી તે સામાયિક હોય, પ્રતિક્રમણ હોય, પૂજા-પૂજન હોય કે અન્ય કોઈ પણ, તે સર્વે સૂત્રોક્ત વિધિ અનુસાર થવા જોઈએ. તે પ્રમાણે પૌષધની આરાધના પણ વિધિપૂર્વક જ કરવી જોઈએ. તેમ છતાં પ્રમાદવશ કે સહસા કાર્યથી જો કોઈ ભૂલ કે સ્ખલના થઈ ગઈ હોય તો તે સંબંધે પોતાની ભૂલનો એકરાર-પશ્ચાત્તાપ અને પોતાના દુષ્કૃત્ માટે માફી માંગવી જોઈએ તે વાત જણાવી છે.
આ અનુષ્ઠાન પર્વ દિવસોમાં અવશ્ય કરવું તેવો શાસ્ત્ર ધ્વનિ છે. અન્ય દિવસોમાં પણ તે આવકાર્ય તો છે જ. આ અનુષ્ઠાન યોગ હોય ત્યાં સુધી ગુરુ મહારાજની નિશ્રામાં જ કરવું જોઈએ. કેમકે સાધુજીવનની તાલીમનો આ શિક્ષાવ્રતનો મુખ્ય ઉદ્દેશ છે. = સૂત્ર-નોંધ :
આ સૂત્ર આવશ્યકાદિ કોઈ આગમમાં જોવા મળતું નથી. તેમજ સ્પષ્ટતયા તેના કોઈ આધાર સ્થાનની મૂળભૂત માહિતી પણ મળેલ નથી. માત્ર એટલું કહી શકાય કે “સામાઇય વયજુત્તો' સૂત્ર સાથે આ સૂત્ર ઘણી સામ્યતા ધરાવે છે.
-X—X—