________________
ભરડેસર-સજ્ઝાય-વિવેચન
૧૧૩
- જ્યારે તેઓ ઇરિયાવડી પ્રતિક્રમતા હતા ત્યારે કોઈ વખતે “દગમટ્ટી" એવો શબ્દ અર્થ સહિત ચિંતવતા પોતે પૃથ્વીકાય અને અપકાયની કરેલ વિરાધના યાદ આવી જીવોને ખમાવતા પશ્ચાત્તાપ થયો, ભાવ વિશુદ્ધિથી કેવળજ્ઞાન પામ્યા. ઘણાં વર્ષો સુધી શ્રમણ્ય પર્યાય પાળી અંતે વિપુલપર્વતે મોક્ષે ગયા.
( આ કથા વિસ્તારથી ભગવતી સૂત્ર-૨૨૮ અને અંતગsદશાંગ સૂત્ર-૨૫ અને ૩૯માં આપેલી છે.)
(૮) નાગદત્ત :
( આગમ સૂત્ર મુજબ ચાર નાગદત્ત થયાનું અમારી જાણમાં છે. તેમાંના ત્રણ નાગદત્તે દીક્ષા અંગીકાર કરેલી હતી. તેમાંથી બે મોક્ષે ગયાનો ઉલ્લેખ પણ મળે છે. ગ્રંથોમાં આ સિવાય પણ એક નાગદત્તનો ઉલ્લેખ મળે છે.)
વારાણસી નગરીમાં યજ્ઞદત્ત નામે શ્રેષ્ઠી હતા. તેને ધનશ્રી નામે પત્નીથી થયેલ પુત્રનું નાગદત્ત નામ રાખેલ હતું. તેના લગ્ન નાગવસુ નામક કન્યા સાથે થયેલા હતા. કોઈ વખતે રાજા ઘોડો દોડાવતો હતો ત્યારે તેના કાનમાંથી કુંડલ પડી ગયું. નાગદત્ત તે રસ્તેથી નીકળ્યો, પણ તેને અદત્ત ગ્રહણ ન કરવાની પ્રતિજ્ઞા હતી, તેથી તેણે કુંડલ સામે દૃષ્ટિ પણ ન કરી, ઉપાશ્રયે જઈ કાયોત્સર્ગમાં રહ્યો. પછી નગરનો કોટવાળ નીકળ્યો. તેણે કુંડલ જોયું. નાગદત્તની પત્નીને પામવા માટે તેણે કુંડલ લઈને નાગદત્ત પાસે મૂકી દીધું. પછી રાજા પાસે જઈને કોટવાળે નાગદત્તનો ચોર ઠરાવ્યો. રાજાએ તેને શૂળીએ ચડાવ્યો. પણ સત્યના પ્રભાવથી શૂળીનું સિંહાસન થઈ ગયું. શાસન દેવીએ પ્રગટ થઈને નાગદત્તની પ્રશંસા કરી. અંતે નાગદત્તે દીક્ષા લીધી. સર્વ કર્મનો ક્ષય કરીને મોક્ષે ગયા.
(૯) મેતાર્યમુનિ :
મેતાર્યમુનિએ પૂર્વભવમાં મુનિની દૃગંછા કરેલી, તે કર્મના કારણે તેઓ ચાંડાલને ત્યાં જન્મ્યા હતા. પણ તેનો ઉછેર રાજગૃહીના એક શ્રેષ્ઠીને ત્યાં થયો હતો. તેના આઠ કન્યા સાથે વિવાહ થયા પછી લગ્ન માટે જતો હતો. ત્યારે પૂર્વના મિત્રદેવે તેને પ્રતિબોધ કરવા તેનું ચાંડાલપણું ખુલ્લુ પાડી દીધું. પછી તે મિત્રદેવની દૈવી સહાયથી મેતાર્ય શ્રેણિક રાજાની કન્યાને પણ પરણ્યો. બાર વર્ષ સુધી લગ્ન જીવન ગાળી અઠાવીસ વર્ષે દીક્ષા લીધી. કોઈ વખતે માસક્ષમણને પારણે ભિક્ષાર્થે નીકળ્યા. કોઈ સોનીને ઘરે “ધર્મલાભ આપ્યો. તે સોની શ્રેણિક મહારાજાની આજ્ઞાનુસાર સોનાના જવલા ઘડતો હતો. તે જવલા ત્યાંજ રહેવા દઈને ઘરમાં અંદર ગયો. લાડવા લઈને બહાર આવ્યો. તેટલામાં ક્રૌંચ પક્ષી તે જવલા ચણી ગયું. જવલા ન દેખાવાથી સોની મુનિ પર વહેમાયો. મુનિને જવલા વિશે પૂછયું. મેતાર્યમુનિએ વિચાર્યું કે, હું પક્ષીનું નામ આપીશ તો સોની તેને મારી નાંખશે. તેથી તેઓ મૌન રહ્યા. સોનીએ તેમને શિક્ષા કરવા માટે તેમના મસ્તક પર લીલા ચામડાંની વાધરી કસકસાવીને બાંધી દીધી અને તડકે ઉભા રાખ્યા. વાધરી સંકોચાતા મેતાર્યમુનિને અસહ્ય પીડા થવા લાગી, તે વેદનાથી મુનિના ચક્ષુ બહાર