________________
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૩
સ્વીકાર કરીને આ સૂત્ર બોલ્યા પછી ‘‘પ્રતિક્રમણસૂત્ર'' બોલે અર્થાત્ શ્રાવક “વંદિત્તુ સૂત્ર'' બોલે શ્રમણો પગામ સિજ્જા” સૂત્ર બોલે. એ રીતે સ્વ-સ્વ આચારોની આલોચના, પ્રતિક્રમણાદિ વિધિ પૂર્ણ કરે.
૦ આ સૂત્રનું શબ્દાનુસાર વિવેચન :
આ સૂત્રના પ્રત્યેક શબ્દોનું વિવેચન સૂત્ર-૨૬ – ‘‘દેવસિઅ પડિક્કમણે ઠાઉં' સૂત્ર મુજબ જાણવું. માત્ર ક્રમમાં થોડો ફેર છે, બાકી શબ્દો સમાન જ છે. – વિશેષ કથન :
૮૪
પ્રતિક્રમણના પાંચ ભેદો ભગવંત મહાવીરના શાસનમાં પ્રસિદ્ધ છે (૧) દૈવસિક, (૨) રાત્રિક, (૩) પાક્ષિક, (૪) ચાતુર્માસિક, (૫) સાંવત્સરિક. પ્રતિક્રમણ આજ્ઞાયાચના માટે દેવસિઝ ને બદલે ‘રાગ’ શબ્દ રાત્રિ પ્રતિક્રમણમાં બોલાય છે.
એ જ રીતે પાક્ષિકાદિ ત્રણે પ્રતિક્રમણમાં પાક્ષિક (આદિ) અતિચાર બોલાઈ ગયા પછી આ સૂત્ર બોલાય છે. ત્યાં ફર્ક માત્ર એટલો કે ‘વૈસિગ’ ને સ્થાને પવિત્ર, ઘમ્માસિગ કે ‘સંવરિ' શબ્દ બોલાય છે.
– ‘વિશેષ કથન’ની બીજી ઉપયોગી વિગત માટે સૂત્ર-૨૬ “દેવસિઅ પડિક્કમણે ઠાઉં' ખાસ જોવું. # સૂત્ર-નોંધ :
- સૂત્રનોંધ માટે પણ સૂત્ર-૨૬ જોઈ જવું.
– યોગશાસ્ત્ર, ધર્મસંગ્રહમાં આ સૂત્રનો ઉલ્લેખ મળે છે.