________________
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૩
(૨) પ્રશસ્ત રાગ
લાવશ્ય વૃત્તિમાં રાગનો અર્થ કર્યો રૂપ આદિ આપજનિત પ્રીતિ વિશેષ અથવા અભિવૃંગ-આસક્તિ લક્ષણ.
પ્રશ્નવ્યાવUT માં “રાગને અબ્રહ્મ (મૈથુન) નામક આશ્રવનું વીસમું પર્યાય નામ કહ્યું છે.
લઘુ દષ્ટાંત :- એક માત્ર રાગનું પરિણામ જુઓ - તે સુષમાને મૃત્યુનું કારણ બન્યો.
ચિલાતી પુત્ર પૂર્વ જન્મે યજ્ઞદેવ નામે બ્રાહ્મણ હતો. તે સદા જિનશાસનની નિંદા કરતો હતો. કોઈ વિશિષ્ટ સાધુ સાથે વાદમાં હારી ગયો, તેથી તેણે દીક્ષા લીધી. પણ પૂર્વના સંસ્કારને કારણે જાતિમદથી સાધુપણા તરફનો તેનો દુગંછાભાવ ચાલુ રહેલો. તેણે પોતાના સર્વ સ્નેહી-સ્વજનને પ્રતિબોધ કર્યા, પણ તેની પત્ની શ્રીમતીને યજ્ઞદેવ પ્રત્યે સજ્જડ રાગ હતો તે યજ્ઞદેવને દીક્ષા છોડાવી દેવા ઇચ્છતી હતી કોઈ દિવસે તેણીએ પોતાના પતિ યજ્ઞદેવ મુનિને વશ કરવા માટે તેના પર કાર્પણ કર્યું. પણ તે કામણ વિપરીત થતાં યજ્ઞદેવ મુનિ મૃત્યુ પામ્યા.
ભવાંતરે યજ્ઞદેવનો જીવ ચિલાતિપુત્ર રૂપે જન્મ્યો અને શ્રીમતી સુષમા નામે ધન્ય સાર્થવાહની પુત્રી થઈ. જ્યારે ચોરનો સરદાર બનેલ ચિલાતિપુત્ર રાગવશ સુષમાને ઉપાડી ગયો. ત્યારે માર્ગમાં લાચાર બનતા તેણે સુષમાનું માથું કાપી નાખ્યું. જે રાગ પતિના મૃત્યુનું કારણ બન્યું તે જ રાગે તેને મોત આપ્યું.
• અગિયારમે દ્વેષ :- દ્વેષ એ અગિયારમું પાપસ્થાનક છે. – વેષ એટલે અણગમો, તિરસ્કાર.
– તેષ શબ્દ માટે સંથારા પોરિસીની ગાથામાં તથા આવશ્યક સૂત્ર-૪૮માં ‘' શબ્દ પ્રયોજેલ છે.
ઢોલ ની વૃત્તિ કરતા વૃત્તિકાર લખે છે કે “દોસ' એટલે કેષ કરવો તે - દ્વેષ અથવા દૂષણ - દોષ. તે અભિવ્યક્ત ક્રોધ અને માન લક્ષણરૂપ છે. જેનો અર્થ અપ્રીતિમાત્ર” થાય છે.
– રાગથી વિપરીત શબ્દ તે દ્વેષ છે. તેથી કોઈ વસ્તુ પ્રત્યે અમનોજ્ઞભાવ પેદા થવો કે અણગમો યા તિરસ્કાર જન્મવો તે દ્વેષ છે. તેનું મુખ્ય લક્ષણ અપ્રીતિ છે.
- દ્વેષ વૃત્તિ અજ્ઞાન અને મોહમાંથી ઉત્પન્ન થાય છે.
– પ્રશમરતિ પ્રકરણમાં ઉમાસ્વાતિજી મહારાજા કેષના પર્યાય સૂચક નામોને જણાવતા કહે છે કે, ઇર્ષ્યા, રોષ, દ્વેષ પરિવાદ, મત્સર, અસૂયા, વૈર અને પ્રચંડન આદિ અનેક ઠેષના પર્યાયવાચી છે.
Hવતી - વૃત્તિ - અભિવ્યક્ત ન થયેલા ક્રોધ-માન સ્વરૂપ જે અપ્રીતિમાત્ર છે તેને દ્વેષ કહે છે.
થાનાં - વૃત્તિ - ષ નિશ્રિત મત્સરભાવથી યુક્ત ગુણવાને પણ આ નિર્ગુણી છે તેમ માને છે.