________________
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૩
· પ્રાણોથી રહિત કરવા, મારવો, વધ કરવો તે પ્રાણાતિપાત. - પ્રાણના દશ ભેદ કહ્યા છે - પાંચ ઇન્દ્રિયો, મન, વચન, કાય એ ત્રણ બળ, શ્વાસોચ્છવાસ અને આયુષ્ય
અતિપાત શબ્દનો અર્થ અતિક્રમણ, વ્યાઘાત કે વિનાશ છે.
– કોઈના પ્રાણની હાનિ કરવી, નાશ કરવો કે તેને કોઈ પ્રકારે પીડા ઉપજાવવી તેને પ્રાણાતિપાત કહેવાય છે.
- પ્રાણાતિપાતને શાસ્ત્રોમાં હિંસા, ઘાતના, મારણા, વિરાધના, સંરંભ, સમારંભ, આરંભ આદિ નામે ઓળખાવાય છે.
‘પ્રમાદ વડે થયેલો પ્રાણનો
– ઠાણાંગ સૂત્ર-૪૮ની વૃત્તિ - ઉચ્છવાસ આદિને પ્રાણ કહે છે, તેનું અતિપાતન અર્થાત્ પ્રાણ સાથે વિયોજન તે પ્રાણાતિપાત અર્થાત્ હિંસા કહેવાય છે. તે પ્રાણાતિપાત દ્રવ્ય અને ભાવથી બે ભેદે છે અને વિનાશ, પરિતાપ, સંક્લેશ ભેદે ત્રણ પ્રકારે છે. તે મન, વચન, કાયા વડે કરવું, કરાવવું, અનુમોદવું રૂપે નવ પ્રકારે છે અને આ નવ ભેદોને ક્રોધ, માન, માયા, લોભથી ગણતા ૩૬ ભેદ છે.
૬૪
તત્ત્વાર્થ સૂત્રકારે તેની વ્યાખ્યા કરી છે
અતિપાત તે હિંસા છે.
-
( ‘પ્રશ્નવ્યાકરણ' નામના દશમા આગમમાં આખું પહેલું અધ્યયન આ ‘પ્રાણાતિપાત' વિષય પરત્વે કહેવાયેલ છે. તેમાં ‘‘હિંસા’’ના ૩૦ પર્યાય નામો જણાવેલા છે. જેવા કે, પ્રાણવધ, અકૃત્ય, ઘાત, મારણ, વધન, ઉપદ્રવ, અતિપાત, આરંભ, સમારંભ, અસંયમ, દુર્ગતિપ્રપાત, છવિચ્છેદ, જીવિતઅંતકરણ, પરિતાપન, વિનાશાદિ.) સૂત્ર-૫ ‘‘ઇરિયાવહી’'માં સૂચિત અભિયા, વત્તિયા, લેસિયા, સંઘાઈયા, સંઘટ્ટિયા, પરિયાવિયા, કિલામિયા, ઉવિયા, ઠાણાઓ ઠાણું સંકામિયા, જીવિયાઓ વવરોવિયા. આ દર્શ પ્રકારે જીવોની વિરાધના કહી છે, તે અહીં સમજી લેવી.
-
દૃષ્ટાંત :- મગધદેશનો રાજવી શ્રેણિક, ભગવંત મહાવીરનો ભક્ત બન્યો ન હતો અને સમ્યકત્વ પણ પામ્યો ન હતો. તે પૂર્વેની વાત છે. ત્યારે તેને શિકાર આદિ પ્રિય હતા. કોઈ વખતે તે શિકાર કરવા નીકળ્યો. જંગલમાં હરણીને જોઈને પાછળ ઘોડો દોડાવ્યો. અંગરક્ષકો પણ સાથે હતા. શ્રેણિક હરણી તરફ તાકીને તીર છોડ્યું. છુટેલું તીર ગર્ભવતી હરણીના પેટમાંથી આરપાર નીકળી ગયું. હરણી અને તેનો માસુમ ગર્ભ તરફડીને મૃત્યુ પામ્યા. શ્રેણિકે નજીક આવીને જોયું, તે ખુશ ખુશ થઈ બોલ્યો, વાહ ! શું કમાલ છે ? કેવું નિશાન મેં તાક્યું ? એક તીરથી બે ઘાત કરી દીધા. બધાં અંગરક્ષક આદિ સર્વે તેની પ્રશંસા કરવા લાગ્યા. તે સાંભળી શ્રેણિક પણ મનોમન પાપકર્મોનું અનુમોદન કરવા લાગ્યો. આ હિંસાની અનુમોદના કરી તેણે અત્યંત ગાઢ કર્મોનો બંધ કર્યો. તેનું નરકગમન નિશ્ચિત્ત થઈ ગયું.
♦ બીજે મૃષાવાદ :- બીજું પાપસ્થાનક મૃષાવાદ છે.
મૃષાવાદ એટલે જૂઠું બોલવું. મૃષા જે વાદ તે મૃષાવાદ.
૦ ‘મૃષા' એટલે જૂઠ. તે અપ્રિય, અપથ્ય, અતથ્યનો સૂચક છે.