________________
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૩
અંગારા, જ્વાલા, ભાઠો, ઉડતી જ્વાળા, અર્ચિ, ઉંબાડિયું, શુદ્ધાગ્નિ, ઉલ્કાગ્નિ, વિદ્યુત્ અશનિ (-અગ્નિકળ), નિર્થાત્, સંઘર્ષથી ઉત્પન્ન અગ્નિ, સૂર્યકાંતમણિથી થયેલ અગ્નિ ઇત્યાદિ.
૫૪
♦ સાત લાખ વાયુકાય :
- જેનું શરીર વાયુ-પવન રૂપ છે, તેવા જીવોની યોનિ સાત લાખ છે. - વાયુ જેની કાયા છે તે વાયુકાય કહેવાય છે. તેના મુખ્ય બે ભેદો છે સૂક્ષ્મ અને બાદર. તેમાં બાદર વાયુકાયના અનેક ભેદો છે.
પૂર્વનો વાયુ, પશ્ચિમનો વાયુ, દક્ષિણનો વાયુ, ઉત્તરનો વાયુ, ઉર્ધ્વદિશાનો વાયુ, અર્ધ દિશાનો વાયુ, તીરછો વાયુ, વિદિશાઓનો વાયુ, વાતોદ્ગમ, વાતોત્કાલિકા, વાતમંડલિકા, ઉત્કલિકા વાત, ગુંજાવાત, ઝંઝાવાત, સંવર્તવાત, ધનવાત, તનુવાત, શુદ્ધવાત વગેરે.
૦ વનસ્પતિકાય :- સ્થાવર કાયના પાંચ ભેદો છે - પૃથ્વી, અપ્, તેઉ, વાયુ અને વનસ્પતિ. આ વનસ્પતિરૂપ જેની કાયા કે શરીર છે તે જીવોને વનસ્પતિકાય કહેવાય છે. તેના બે મુખ્ય ભેદ છે. પ્રત્યેક વનસ્પતિકાય અને સાધારણ વનસ્પતિકાય. ૦ દશ લાખ પ્રત્યેક-વનસ્પતિકાય :
પ્રત્યેક વનસ્પતિકાયની ‘યોનિ’ દશ લાખ કહેલી છે.
– વનસ્પતિમાં જીવ હોવાની અનેક સાબિતી મળેલ છે, તેથી પૃથ્વી - અર્ - તેઉ - વાયુની માફક વનસ્પતિ પણ જીવ છે.
વનસ્પતિમાં આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ સંજ્ઞા હોવાની સાબિતી મળી ચૂકી છે. તે વાવવાથી ઉગે છે, હવા, પાણી, ખાતર આદિથી વૃદ્ધિ પામે છે. જીવોનું ભક્ષણ પણ કરે છે.
આવી વનસ્પતિના પણ સૂક્ષ્મ અને બાદર બે ભેદો છે.
-
- તેમાં બાદર વનસ્પતિના પણ પ્રત્યેક અને સાધારણ ભેદ છે. પ્રત્યેક વનસ્પતિકાય - એક જીવનું એક શરીર તે પ્રત્યેક. સાધારણ વનસ્પતિકાય - અનેક જીવોનું એક શરીર છે તે.
જીવવિચાર પ્રકરણની ગાથા-૧૨માં પ્રત્યેક અને સાધારણ વનસ્પતિકાયને ઓળખવા માટેનું લક્ષણ જણાવેલ છે ઃ
“જેની નસો, સાંધા અને ગાંઠા ગુપ્ત હોય, જેને ભાંગવાથી બે સરખા ભાગ થાય, જે તાંતણારહિત હોય, જેને છેદીને વાવતા પણ ફરીથી ઉગે તેવી વનસ્પતિ સાધારણ વનસ્પતિકાય છે.
-
-
ઉપરના લક્ષણથી વિરુદ્ધ હોય તે પ્રત્યેક વનસ્પતિકાય છે.
પ્રત્યેક વનસ્પતિકાયના લક્ષણમાં કહે છે કે, જેઓના એક શરીરમાં એક જીવ હોય, ફળ, ફૂલ, છાલ, થડ, મૂળ, પાંદડા અને બીજ એ સાત સ્થાનોમાં જુદા જુદા જીવો હોય છે.
પ્રત્યેક વનસ્પતિકાયના મુખ્ય બાર વિભાગોનો ઉલ્લેખ મળે છે. તે આ પ્રમાણે