________________
વાંદણા/ગુરુવંદન સૂત્ર-વિશેષ કથન
(૬) અક્રિયત્વ
:- વંદનથી પરંપરાએ અક્રિય-સિદ્ધ થવાય છે.
૦ આશાતના :- વાંદણા સૂત્રમાં આ શબ્દ બે વખત આવ્યો છે. ‘વિવેચન' વિભાગમાં-૩૩ આશાતનાનું વર્ણન તો બે પ્રકારે કર્યું જ છે. પણ તે સિવાય પણ આશાતનાનું વિવેચન જોવા મળે છે.
(૧) નધાતિ ભેદે ત્રણ આશાતના :
શ્રાદ્ધવિધિ વૃત્તિમાં જણાવે છે કે, ગુરુને પગ વગેરે લગાડવો ઇત્યાદિ જઘન્ય આશાતના, થુંક વગેરે લગાડવું ઇત્યાદિ મધ્યમ આશાતના અને ગુરુની આજ્ઞા ન માનવી કે આજ્ઞાથી વિપરીત વર્તવું ઇત્યાદિ ઉત્કૃષ્ટ આશાતના કહેવાય છે. (૨) ગુરુસ્થાપના સંબંધી ત્રણ આશાતના :
સ્થાપનાને પગ લગાડવો કે ચલ-વિચલ કરવા તે જઘન્ય આશાતના, ભૂમિ પર પાડવી અને અવજ્ઞાથી મૂકવા તે મધ્યમ આશાતના અને તેનો નાશ કરવો કે ભાંગવા તે ઉત્કૃષ્ટ આશાતના.
(૩) આવશ્ય વૃત્તિમાં દ્રવ્યાદિ ભેદે ચાર આશાતના કહી છે :દ્રવ્યથી :- રાત્મિક સાથે ગૌચરી વાપરતા મનોજ્ઞ પદાર્થ પોતે વાપરી જાય. ઉપધિ-સંસ્તાર આદિમાં પણ એ પ્રમાણે જાણવું
રાત્વિકની નજીક જાય ત્યારે થતી.
૪૭
ક્ષેત્રથી
કાળથી રાત્રે કે વિકાલે બોલાવે ત્યારે મૌન રહે.
ભાવથી :- આચાર્યાદિને તું કારે બોલાવે.
૦ વંદનના છ સ્થાન અને ગુરુના છ ઉત્તર :
વંદનના છ સ્થાન કહ્યા છે – (૧) ઇચ્છા, (૨) અનુજ્ઞા, (૩) અવ્યાબાધા, (૪) યાત્રા, (૫) યાપના અને (૬) ક્ષમાપના. આ છ સ્થાનને છ પૃચ્છા પણ કહે છે. વંદન વિષયમાં ગુરુના છ વચન આવે છે જેને ઉત્તર પણ કહે છે. (૧) છંદેણ, (૨) અણુજાણામિ, (૩) તહત્તિ, (૪) તુમ્બંપિ વટ્ટએ, (૫) એવં અને (૬) અહમવિ ખામેમિ તુમં.
આ બંને બાબતોનું વર્ણન ‘વિવેચન'માં થઈ ગયેલ છે. ૦ વંદનનું મહત્ત્વ :
હે ગૌતમ ! વંદનથી જીવ ગાઢ બંધનવાળી આઠે કર્મપ્રકૃતિને શિથિલ બંધવાળી કરે છે, ચિરકાળની સ્થિતિવાળા કર્મોને અલ્પકાલની સ્થિતિવાળા કરે છે અને તીવ્ર અનુભાવવાળાને મંદ અનુભાવી કરે છે.
ઉત્તરાધ્યયન સૂત્રના ૨૯માં અધ્યયનમાં પણ કહ્યું છે હે ગૌતમ ! વંદનથી જીવ નીચગોત્ર કર્મને ખપાવે છે અને ઉચ્ચ ગોત્રકર્મનો બંધ કરે છે તેમજ સૌભાગ્ય અને લોકપ્રિયતા પામે છે.
-
-
ગુરુવંદન ભાષ્યમાં કહે છે વંદનથી જીવને વિનયગુણ પ્રગટે છે, વિનયથી અહંકાર નાશ, ગુરુજન પૂજા, ભગવદ્ આજ્ઞાનું આરાધન, શ્રુતધર્મ આરાધન અને પરંપરાએ મોક્ષ પ્રાપ્તિ થાય છે.
-