________________
વાંદણા/ગુરુવંદન સૂત્ર-વિશેષકથન
વાંદણામાં બે-બે વખત શિરોનમન થતા શિ,ય ચાર વખત શિરોનમન કરે. (ક્રિયાવિધિ મુજબ રજોહરણ પર સવળા હાથ રાખી, તેના પર મસ્તક મૂકવું તે શિરોનમન)
(૪-૨) બીજા મતે બે શિરોનમન શિષ્યના અને બે શિરોનમન ગુરુના કહ્યા છે. તે આ પ્રમાણે – હાનિ હમાસમળો વૈસિર્ગ વમં બોલાવી શિષ્ય શિરોનમન કરે. ત્યારે ગુરુ પણ ગર્ભાવ સ્વામેમિ તુમં બોલી કિંચિત્ શિર નમાવે તે બે શિરો નમન થયા. એ રીતે બે વંદનમાં ચાર શિરોનમન થાય છે.
૪૫
(૫) દ્યુતિ - ૩ :- વંદન વખતે (૧) મનની એકાગ્રતા તે મનોગુપ્તિ, (૨) વંદનસૂત્રના ઉચ્ચારણો શુદ્ધ અને અસ્ખલિત કરવા તે વચનગુપ્તિ, (૩) કાયા વડે આવર્ત આદિ સર્વે ક્રિયા સમ્યક્ પ્રકારે કરવી તે કાયગુપ્તિ.
(૬) પ્રવેશ - ૨ :- વંદન કરતી વખતે અવગ્રહમાં આવવાની આજ્ઞા માંગ્યા પછી પ્રવેશ કરે એ રીતે બે વાંદણામાં બે વખત પ્રવેશ આવે.
(૭) નિમૅળ - ૧ :- અવગ્રહમાંથી બહાર નિકળવું તે નિષ્ક્રમણ. વાંદણામાં પ્રવેશ બે વખત આવે પણ અવગ્રહમાંથી બહાર નીકળવાનું ફક્ત પહેલા વાંદણામાં જ હોય તેથી “નિષ્ક્રમણ''-૧ કહ્યું છે.
૦ ગુરુવંદનની વિરાધના-આરાધનાનું ફળ ::
ગુરુવંદન કરતા એવા સાધુ (સાધ્વી-શ્રાવક-શ્રાવિકા) જો આ પચીશ આવશ્યકમાંથી કોઈ એક આવશ્યક પણ વિરાધે તો તે વંદનથી થતી કર્મનિર્જરાનો ભાગી થતો નથી.
જેઓ આ પચીશે આવશ્યક નિત્ય શુદ્ધિપૂર્વક કરે છે અર્થાત્ પચીશે આવશ્યક પૂર્વક ગુરુવંદન કરે છે, તેઓ શીઘ્ર મોક્ષમાં જાય છે અથવા દેવલોકના સુખને પામે છે. ૦ વંદનમાં ટાળવા યોગ્ય-૩૨ દોષો :
આવશ્યક નિર્યુક્તિ-૧૨૦૭ થી ૧૨૧૩, પ્રવચન સારોદ્વાર-વંદન દ્વાર ગાથા ૧૫૦ થી ૧૫૪, ગુરુવંદન ભાષ્ય ૨૩ થી ૨૫ યોગશાસ્ત્ર પ્રકાશ-૩ મુજબ – (૧) અનાદર :- સંભ્રમપણે, આદરરહિત વંદન કરે.
(૨) સ્તબ્ધ :- મદ વડે સ્તબ્ધ-અક્કડ થઈને વંદન કરે.
(૩) પ્રવિદ્ધ :- વંદન અધુરું રાખીને ભાગી જવું.
:
(૪) પરિપિંડિત :- એક જ વંદનથી એક સાથે આચાર્યાદિકને વાંદે. (૫) ટોલગતિ :- તીડની માફક આગળ-પાછળ કુદતા કુદતા વાંઢે. (૬) અંકુશ અંકુશ વડે હાથીની જેમ ગુરુને ખેંચી લઈ જઈને વાંદે કે રજોહરણને અંકુશ પેઠે બે હાથેથી પકડીને વાંધે કે માથું હલાવ્યા કરે. (૭) કચ્છપરિંગિત :- શરીને કાચબા પેઠે આગળ-પાછળ ખસેડતો વાંદે. (૮) મત્સ્યોર્તન :- માછલી પેઠે એકદમ ઉછળતો અને પડતો વાંદે, (૯) મનઃપ્રદુષ્ટ :- ગુરુની ગુણહીનતા કે કોઈ દોષ મનમાં રાખી વાંદે. (૧૦) વેદિકાબદ્ધ :- વંદનમાં આવર્ત વખતે હાથને બે ઢીંચણ વચ્ચે ન રાખતા ઉપર, આજુ-બાજુ, ખોળામાં ઇત્યાદિ પ્રકારે રાખી વાંદે.