________________
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૩
ચૂર્ણિ તથા વૃત્તિમાં આ સર્વેની વંદનીયતા અને અવંદનીયતા વિષયક ચર્ચા ઘણી લંબાણથી કરવામાં આવેલી છે.)
૪૨
૦ વંદનીય કોણ ?
આવશ્યક નિર્યુક્તિ-૧૧૯૫, ગુરુવંદન ભાષ્ય-૧૩, પ્રવચન સારોદ્ધાર-વંદન દ્વાર ગાથા-૧૦૨ મુજબ
(૧) આચાર્ય, (૨) ઉપાધ્યાય, (૩) પ્રવર્તક, (૪) સ્થવિર તેમજ (૫) રાત્મિક એ પાંચને નિર્જરા અર્થે વંદન કરવું જોઈએ.
(૧) આચાર્ય :- ગણનાયક, સૂત્ર અને અર્થના જ્ઞાતા, અર્થના વાચના દાતા, પ્રશસ્ત સર્વ લક્ષણોથી યુક્ત દેહવાળા, ગાંભીર્યસ્થર્ય, ધૈર્ય આદિ ગુણોથી યુક્ત તે આચાર્ય.
(૨) ઉપાધ્યાય :- સૂત્ર અને અર્થ બંનેના જ્ઞાતા, સૂત્રના વાચના દાતા, આચાર્ય પદવીને યોગ્ય તે ઉપાધ્યાય
(૩) પ્રવર્તક :- સાધુઓને ક્રિયાદિમાં પ્રવર્તાવનાર અથવા સાધુઓને તેમનીતેમની યોગ્યતા મુજબ પ્રશસ્ત યોગમાં પ્રવર્તાવનાર અને સમુદાયની ચિંતા કરનાર તે પ્રવર્તક.
(૪) સ્થવિર - જ્ઞાનાદિ યોગોમાં સીદાતા, મુનિમાર્ગથી ખેદ પામતા, પતિત પરિણામી થતા સાધુઓને આદિને આલોક-પરલોકના વિપાકો બતાવી સંયમમાં જે સ્થિર કરે તે સ્થવિર.
પ્રવર્તકે જે યોગોમાં જોડેલ હોય તે યોગોમાં ખેદ પામીને પરિણામથી પડી રહેલાને સ્થિર કરે તે સ્થવિર. (૫) રાત્મિક પર્યાયમાં વડીલ હોય તે રાત્મિક. જેને ભાષ્યની અવસૂરિમાં ગણાવચ્છેદક પણ કહ્યા છે. જો કે આવશ્યક વૃત્તિમાં ગણાવચ્છેદકને સ્થવિર સાથે ગણ્યા છે.
:
૦ વંદન અદાતા અને દાતા :
આવશ્યક નિર્યુક્તિ-૧૧૯૬, ગુરુવંદન ભાષ્ય-૧૪ મુજબ -
-
દીક્ષિત એવા માતા, પિતા, મોટાભાઈ, દાદા (માતાના પિતા અને પિતાના પિતા) તેમજ રત્નાધિક અર્થાત્ દીક્ષા પર્યાયથી વડીલ સાધુ એ સર્વે પાસે સાધુએ વંદન ન કરાવવું. કેમકે માતા આદિ વંદન કરે તો લોકમાં ગર્હા થાય છે, તેઓને પણ કદાચ ક્યારેક વિપરિણામ થવાનો સંભવ છે. પરંતુ જો આલોચના પ્રત્યાખ્યાન, સૂત્રાર્થ ગ્રહણાદિ કરવા હોય તો વંદન કરે.
(આવશ્યક વૃત્તિમાં કહ્યું છે કે−) આ વિધિ દીક્ષિત થયેલા માટે છે, માતા-પિતાદિ વંદન કરે.
ઉપરોક્ત અપવાદ સિવાયના શેષ સાધુ-સાધ્વી આદિ સર્વેએ સાધુને વંદના
કરવી.
૦ વંદન-નિષેધ સ્થાન :
ગૃહસ્થ