________________
૩૬
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૩ છતાં સૂત્ર સાથે સંબંધીત અનેક બાબતો અહીં વર્ણવાયેલ નથી, તે બાબતોને હવે “વિશેષ કથન' રૂપે રજૂ કરીએ છીએ–
Hવશ્ય સૂત્ર માં ‘વંદન' નામે આખું ત્રીજું અધ્યયન છે. “વંદન” વિશે વિવેચન માટે આવશ્યક સૂત્રની નિયુક્તિ-૧૧૦૩ થી ૧૨૩૦ની રચના થઈ છે. તેની ચૂર્ણિ અને વૃત્તિમાં પણ “વંદન” સંબંધી વિવેચન છે. તન્મધ્ય ભાષ્ય ૨૦૪ પણ છે.
ગુરુવંદ્રનમાષ્ય માં પણ અનેક વિગતો છે. વંદન વિધિ વિષયક ગાથાઓ પણ જોવા મળે છે. આ બધાં સંદર્ભોમાંથી “વંદન" સાથે સંબંધીત અનેક ઉપયોગી વિગતો અહીં સમાવેલી છે. જેમકે – (૧) ગુરુવંદનના ભેદ, (૨) પાંચ પ્રકારના વંદન, (3) વંદનને અયોગ્ય-યોગ્ય, (૪)વંદન દાતા-અદાતા, (૫) નિષેધ-અનિષેધ સ્થાનો, (૬) વંદનના કારણો, (૭) ૨૫-આવશ્યક ઇત્યાદિ અનેક વિગતો જાણવા યોગ્ય છે.
૦ ભૂમિકા :- ગુરુને વંદન કરતી વખતે આ સૂત્ર બોલાય છે તેથી આ સૂત્રને ગુરુવંદન સૂત્ર કહે છે. વ્યવહારમાં તે “વાંદણા” તરીકે ઓળખાય છે. ગુરુ શબ્દથી અહીં આચાર્ય. ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર અને રત્નાધિક એ પાંચને ગુરુ રૂપે સમજવાનું વિધાન છે. (જે બાબતે આગળ વિસ્તારથી જણાવેલ છે.) હવે અહીં ગુરુવંદન કે તેના સાથે સંકડાયેલ વિવિધ બાબતોનું વિશેષ કથન છે.
૦ વંદનના પર્યાયો કે નામો :
આવશ્યક નિર્યુક્તિ-૧૧૦૩, પ્રવચન સારોદ્ધાર વંદન દ્વાર-ગાથા ૧૨૭, ગુરુવંદન ભાષ્ય ગાથા-૧૦ આદિમાં આ કથન આવે છે.
વંદનકર્મ, ચિતિકર્મ કૃતિકર્મ, વિનયકર્મ અને પૂજાકર્મ એ ગુરુવંદનના પાંચ નામો અથવા પર્યાયો છે. આ દરેક નામ દ્રવ્ય અને ભાવ એમ બે-બે પ્રકારે જાણવાં. આ બધાં નામો મૂળ તો પર્યાય રૂપ જ છે, પણ તેમાં વ્યુત્પત્તિ ભેદે અર્થભેદ છે.
(૧) વંદન કર્મ - પ્રશસ્ત મન, વચન, કાયા વડે વંદાય કે સ્તવના કરાય તે વંદન કર્મ - (૨) ચિતિકર્મ - જેમાં કુશલ કર્મોનું સંચયન થાય તે સ્થિતિ અને ચિતિરૂપ ક્રિયા તે ચિતિકર્મ
કારણમાં કાર્યનો ઉપચાર થતો હોવાથી કુશલકર્મના સંચયના કારણરૂપ રજોહરણ આદિ ઉપધિનો સંચય તે ચિતિકર્મ નામ વંદનનો પર્યાય છે.
(3) કૃતિકર્મ :- મોક્ષાર્થે નમન આદિ વિશિષ્ટ ક્રિયા કરવી તે કૃતિકર્મ કહેવાય છે.
(૪) પૂજાકર્મ :- પૂજવું તે પૂજા. પ્રશસ્ત મન, વચન, કાયાની ચેષ્ટા તે પૂજા. પૂજારૂપ ક્રિયા તે પૂજા કર્મ
(૫) વિનય કર્મ :- જેના વડે આઠ પ્રકારના કર્મનો વિનાશ થાય તેવી ગુરુ પ્રત્યેની અનુકૂળ પ્રવૃત્તિ તે વિનયકર્મ
-૦- પાંચે વંદનના દ્રવ્યથી અને ભાવથી ભેદો :
અહીં ‘દ્રવ્ય' શબ્દ અપ્રાધાન્યવાચક અને “ભાવ” શબ્દ પ્રાધાન્યવાચક-ઉત્તમ કે શ્રેષ્ઠ અર્થવાળો ગણવો.