________________
૩૪
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૩ જેમાં ભાવિકાળની આશાતના એટલે ગુરુ વિશે ખોટા તર્કવિતર્કો કરવાથી કે તેમનું ભાવિ અહિત ચિંતવવાથી આ આશાતના થાય છે.
– ભૂતકાળમાં જે-જે આશાતનાઓ કરી હોય તે. - વર્તમાનકાળમાં જે-જે આશાતનાઓ થતી હોય તે
– ભવિષ્યકાળમાં એટલે - આવતી કાલે અથવા અમુક સમયે હું ગુરુ પ્રત્યે અમુક અમુક અનિષ્ટ વર્તન કરીશ વગેરે વિચારણા તે ભવિષ્યકાળની આશાતના.
– એ પ્રમાણે ભવાંતરમાં તેઓનો વધ વગેરે કરવાનું નિયાણું કરવું ઇત્યાદિ અન્ય જન્મ સંબંધી આશાતના.
આ જ આશાતના સંબંધે આગળ જણાવે છે કે• સવ્વમોવારV - સર્વ મિથ્યા ઉપચાર સંબંધી. – બધી જાતના મિથ્યા ઉપચાર-આચારથી પૂર્ણ એવી. – મિથ્યા - એટલે ખોટું. – ઉપવાર એટલે માયા કપટથી કરાતું આચરણ તેના વડે જે આશાતના થાય.
- આવશ્યક વૃત્તિકાર કહે છે કે, જેમાં માયા સ્થાનયુક્ત ક્રિયા વિશેષ - પ્રવૃત્તિ રહેલી હોય તે મિચ્યોપચાર કહેવાય
• સંધ્યધામ - સર્વ ધર્મને ઓળંગવાથી જે આશાતના થઈ હોય તે. - સર્વ ધર્મના અતિક્રમણવાળી આશાતના વડે. ૦ સવ્ય - એટલે બધા પ્રકારના
૦ થમ્સ - એટલે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ યુક્ત અષ્ટ પ્રવચન માતા અથવા સામાન્યથી કરવા યોગ્ય એવી પ્રવૃત્તિ કે આચરણા વિશેષ
૦ મિM - એટલે ઉલંઘન, ઓળંગવું તે. – યોગશાસ્ત્ર વૃત્તિમાં તેનો આવો જ અર્થ કરતા કહે છે કે
આઠ પ્રવચન માતાના પાલનમાં અથવા સામાન્ય સંયમની આરાધનાના કાર્યોરૂપ ધર્માનુષ્ઠાનમાં ઉલ્લંઘન કરવારૂપ અર્થાત્ વિરાધના રૂપ - ઇત્યાદિ.
• વાતવેળા - આશાતનાઓ વડે. – આશાતના શબ્દ આ સૂત્રમાં જ પૂર્વે આવેલ છે.
– આશાતનામાં બે પ્રકારે તેત્રીશ આશાતના થાય તેનો ઉલ્લેખ પૂર્વે કરાયેલ છે. તે આશાતનાઓ તથા
– અહીં સૂત્રમાં કહેવાયેલી ગુરુ સંબંધી સર્વ આશાતના.
* આશાતના ગુરુસંબંધી પણ હોય અને દેવસંબંધી પણ હોય. પરંતુ આ સૂત્ર “ગુરુવંદન-સૂત્ર” હોવાથી અહીં માત્ર ગુરુ વિષયક આશાતનાનો જ ઉલ્લેખ જાણવો.
૦ નો મે ગાને વેગો - જે મેં અતિચાર કર્યો.
– આ વાક્યનો સંબંધ પૂર્વોક્ત આશાતનાઓ સાથે છે. તેનો અર્થ છે - ઉક્ત આશાતનાઓ વડે મેં અથવા મારા વડે જે કંઈ અતિચાર-દોષ કર્યો કે થયો હોય. ૦ નો - જે, જે કોઈ
૦ - મારા વડે