________________
નમોડસ્તુ સૂત્ર-વિવેચન
૨૯૭ શબ્દથી ઉલ્લેખ છે. સૂત્ર-૮ “લોગસ્સ" પણ જોવું - જુઓ ગાથા-૪નું વિવેચન.
– હવે સૂત્રકારશ્રી વર્ધમાનસ્વામી કેવો છે ? તેના વિશેષણો આ જ સ્તુતિમાં આગળ જણાવે છે.
• સ્પર્ધાના ર્મા - કર્મની સાથે સ્પર્ધા કરી રહેલને. કર્મ સંગાથે ઝઝુમી રહેલ કે હરીફાઈ કરનારને
– સ્પર્ધ - એટલે સ્પર્ધા કરવી, હરીફાઈ કરવી. તેના પરથી કૃદન્ત બન્યું પમાન એટલે સ્પર્ધા કરતા, હરીફાઈ કરતા.
૦ વર્મન - કર્મ, જ્ઞાનાવરણીય આદિ મુખ્ય આઠ પ્રકારના
– વર્ધમાન સ્વામી કેવા છે ? તેના વિશેષણ કે ગુણપ્રશંસારૂપ આ વાક્ય દ્વારા જણાવ્યું કે તે કર્મ સાથે સ્પર્ધા કરનાર છે.
• તઝયાવીના - તે કર્મોને જીતીને કે તે કર્મો પર જય મેળવીને મોક્ષને પ્રાપ્ત કરનાર-મેળવનારને
૦ તત્ +ાય - તેનો જય, કર્મને જીતવા તે. (તેના વડે) ૦ પ્રવાત - જેમણે પ્રાપ્ત કર્યો છે (શું પ્રાપ્ત કર્યું છે ?). ૦ મોક્ષ - મોક્ષને, સિદ્ધિપદને, મુક્તિને.
- સ્તુતિના બીજા ચરણમાં ભગવંત વિશે કહ્યું કે, તેઓ કર્મની સાથે સ્પર્ધા કરી રહ્યા છે કે ઝઝુમી રહ્યા છે. આ ત્રીજા ચરણમાં આગળ કહે છે કે, કર્મોની સામે ઝઝુમી, તેના પર જીત મેળવીને અર્થાત્ કર્મોનો ક્ષય કરીને જેમણે મોક્ષ પ્રાપ્ત કર્યો છે એવા ભગવંત વર્ધમાન (ને નમસ્કાર થાઓ)
– સ્તુતિના બીજા અને ત્રીજા ચરણનું રહસ્ય :
વર્ધમાનસ્વામીએ “ઉત્થાન, કર્મ, બળ, વીર્ય, પરાક્રમ'ના સિદ્ધાંતોની પ્રરૂપણા કરી હતી. તેઓએ પ્રથમ આ સિદ્ધાંતને જીવનમાં ઉતાર્યો. અંતરશત્રુરૂપ જ્ઞાનાવરણીય આદિ કર્મો સાથે ઘણી જ બહાદુરીપૂર્વક સાડા બાર વર્ષ સુધી ઝઝુમ્યા. કર્મની પ્રાબલ્યતા જાણી અનાર્યદેશમાં - લાઢ ભૂમિમાં જઈને, ત્યાં એક ચાતુર્માસ વીતાવીને અનેક કર્મોનો ખાત્મો બોલાવ્યો. અનાદિકાળથી આત્માને વળગેલા કર્મોને હઠાવવા માટે તેમણે અનેક વિશિષ્ટ કોટિની તપશ્ચર્યા કરી, અપ્રમત્ત ભાવે વિચર્યા, કાયોત્સર્ગ-પ્રતિમાદિએ સ્થિર રહ્યા. ઉપસર્ગ અને પરીષહોને નિશ્ચલભાવે ખમ્યા તેથી તેમની વીરતાને સૂચવવા માટે અહીં વિશેષણ મૂક્યું છે કે, “સ્પર્ધમાનાય કર્મણા”.
હવે જેમ કોઈ યોદ્ધો લડાઈ કરવા માટે મેદાનમાં આવે અને ઝઝુમે પણ ખરો, પરંતુ શત્રુઓના જોરદાર હુમલા વચ્ચે ટકી રહેવું અને શત્રુઓને મારી હઠાવવા, એ લેશમાત્ર સહેલું નથી. તેમ કોઈપણ જીવને આ દુર્જેય અંતર્ શત્રુઓ એવા રાગ-દ્વેષ અથવા ક્રોધાદિ કષાયો રૂ૫ શત્રુઓ સામે લડવું અને તે શત્રુથી પરાસ્ત ન થવું, તેમજ તેને જીતી લેવા એ દુષ્કર-દુષ્કર કાર્ય છે. પરંતુ વર્ધમાન સ્વામીએ સાડા બાર વર્ષ વીરતા અને ધીરતાથી તેમનો સામનો કરીને તે કર્મોનો