________________
વાંદણા/ગુરુવંદન સૂત્ર-વિવેચન
૨૭
૧૦ની વૃત્તિમાં પણ છે.)
૦ આ બંને પ્રશ્નોની ઉચ્ચારણ પદ્ધતિ અને આવર્ત ક્રિયા
– “અ-હો-કા-યં-કા-ય' પદોની માફક “જતા બે જવણિજ્જ ચ ભે"ની પણ વિશિષ્ટ ઉચ્ચારણ પદ્ધતિ છે, આ પદો બોલતી વેળા પણ ત્રણ આવર્ત થાય છે.
1' બંને હથેળી ઊંધી રાખી, રજોહરણની દસીનો (ગુરુના ચરણનો) સ્પર્શ કરતા પણ અનુદાત્ત સ્વરે બોલવો.
ત્તા - બંને હથેળી ચત્તી રાખી લલાટ તરફ લઈ જતાં વચ્ચે અટકીને સ્વરિત સ્વરે આ વર્ણ બોલવો.
અડીં અવળી હથેળી સવળી કરી લલાટ તરફ લઈ જતાં - આ પ્રમાણે જ વિધાન છે. પણ હાથને ઘુમાવવાનું કે “ગુરુ ચરણની ધારણારૂપ” રજોહરણથી દૂર લઈ જવાનું કોઈ વિધાન નથી, પણ રજોપ્ટરણથી લલાટ વચ્ચે સીધું જ હથેળી સવળી કરવી તે પ્રકારનું વિધાન છે. માટે તે પ્રમાણે જ આવર્ત કરવા
મે - દૃષ્ટિ ગુરુ સન્મુખ રાખી બંને હાથની દશે આંગળીઓથી લલાટના મધ્યભાગને સ્પર્શતા ઉદાત્ત સ્વરથી આ વર્ણ બોલે.
આ જ રીતે અનુદાત્ત સ્વરે, ચરણ સ્થાપનાને સ્પર્શતા “G” બોલે, સ્વરિત સ્વરે મધ્યમાં ચત્તા હાથે ‘વ’ બોલે, ઉદાત સ્વરે લલાટે સ્પર્શતા “જિ” બોલે. એ રીતે બીજું આવર્ત પુરું થશે.
ત્યારપછી ત્રીજા આવર્તમાં પણ પહેલા આવર્તની માફક - અનુદાત્ત સ્વરપૂર્વક બોલે, ત્યારે બંને હથેળી અવળી રાખીને રજોહરણને સ્પર્શે. પછી હથેળી રજોહરણ સન્મુખ જ સવળી કરે અને લલાટ તરફ લઈ જતાં મધ્યમાં ‘વ’ વર્ણ સ્વરિત સ્વરે બોલે, પછી ઉદાત્ત સ્વરે અને લલાટમાં સ્પર્શતા “એ” બોલે એ પ્રમાણે બીજા ત્રણ આવર્ત પુરા થશે.
૦ છ આવર્ત - ગુરુવંદન જેને વાંદણા કહે છે, તે હંમેશા બે વખત સાથે જ અપાય છે. પહેલી વખતના વંદન “અહોકાયંકાય'માં ત્રણ આવર્ત થશે અને ‘જવણિજે ચ ભે'માં ત્રણ આવર્ત થશે. એ રીતે કુલ છ આવર્ત થશે. બે વખતના વાંદણામાં છ અને છ મળીને કુલ બાર આવર્ત થશે. (આ પ્રમાણે આવશ્યકવૃત્તિમાં તથા ગુરુવંદન ભાષ્ય-વિવેચનમાં જણાવે છે. જો કે પ્રતિક્રમણ સૂત્ર પ્રબોધ ટીકામાં આવર્તની ગણના જુદી રીતે બતાવેલ છે.).
૦ હવે વંદનસૂત્રનું છેલ્લું અને છઠું સ્થાન બતાવે છે. તે આ પ્રમાણે – અપરાધ ક્ષમાપન સ્થાન'. વંદનસૂત્રમાં “ખામેમિ-ખમાસમણો'થી આરંભીને “અપ્પાણે વોસિરામિ' પદોથી જ્યાં વંદન સૂત્ર પૂરું થાય છે, ત્યાં સુધીનો સમગ્ર પાઠ “અપરાધ ક્ષમાપના સ્થાન" નામે ઓળખાય છે. – તેનું વિવેચન કરતા પહેલા બે વખત કરાતા વંદન-વાંદણા વિશે એક સ્પષ્ટતા જરૂરી છે –
વાંદણા બે વખત સાથે અપાય છે. તેમાં પહેલી વખત વાંદણા આપે ત્યારે અવગ્રહમાં પ્રવેશ કરી વાંદણા આપી હવે પછી કહેવાનાર “માવર્સીિગાઈ' પદ બોલીને