________________
૧૬૮
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૩
પણ સચિત્ત હોવાથી મર્યાદામાં કરવો.
૦ મ - અહીં ‘’ શબ્દથી પત્ર, મૂળ આદિ પણ સમજી લેવા.
(વૃત્તિકાર કહે છે કે, મદ્ય, માંસ, અભક્ષ્યો, પુષ્પ, ફળ, પત્ર, મૂળ એ બધી ઉદરમાં નાખવારૂપ ભોગ્ય વસ્તુઓ છે. હવે જે ગંધ અને માલ્યથી સૂચિત છે તે બાહ્ય પરિભોગની વસ્તુઓ છે.
અંધ-માણે ગ - ગંધ અને માલ્ય (ને વિશે) - ધ એટલે કેસર, કસ્તુરી, કપૂર, ધૂપ વગેરે સુગંધી પદાર્થો. – મચ્છે - એટલે માલ્ય, ફૂલની માળા તથા બીજા શણગારો. અહીં ઉપલક્ષણથી વસ્ત્ર, આભૂષણ વગેરે સર્વે ભોગ દ્રવ્યો જાણવા • ઉવમોજ-રો - ઉપભોગ-પરિભોગ પરિમાણ વ્રત (ને વિશે)
૦ વમો - જેનો ભોગ એકવાર થાય તે ‘ઉપભોગ' જેમકે આહાર, પાન, નાન, ઉદ્વર્તન, વિલેપન, કુસુમ વગેરે. આ બધાં એક વખત ભોગવાઈ ગયા પછી બીજીવાર ભોગવી શકાતા નથી.
૦ પરિમો - જેનો ભોગ એક કરતા વધારે વખત થઈ શકે તે પરીભોગ'. જેમકે વસ્ત્ર, આભુષણ, શયન, આસન, વાહન, સ્ત્રી (કે સ્ત્રી માટે પુરુષ). આ બધું વારંવાર ભોગવી શકાય છે.
- આવા ઉપભોગ-પરીભોગનું પરિમાણ કે મર્યાદા કરવા. તેને વંદિતુ સૂત્રમાં સાતમું વ્રત કહ્યું છે. જે બીજું ગુણવ્રત પણ કહેવાય છે.
( આ ગાથાની ભૂમિકામાં ‘ઉપભોગ-પરિભોગ' વિશે થોડી ચર્ચા આરંભે કરી જ છે.)
ભોગોપભોગ કે ઉપભોગ પરિભોગ નામે ઓળખાતા આ વ્રતનો ક્રમ સામાન્યથી સાતમો ગણાય છે. પણ તત્ત્વાર્થ સૂત્રકારે તેને અગિયારમાં ક્રમે અથવા છઠા ઉત્તરગુણ વ્રતરૂપે જણાવેલ છે. ઉવવાઈ આગમમાં દિક્પરિમાણ વ્રત સાતમું અને આ વ્રત આઠમું કહ્યું છે.
જેમાં બહુ અધર્મનો સંભવ હોય તેવાં ખાનપાન, ઘરેણાં, કપડાં, વાસણ વગેરેનો ત્યાગ કરી ઓછા અધર્મવાળી વસ્તુઓનું પણ ભોગ માટે પરિમાણ બાંધવું તે ઉવભોગ-પરિભોગ પરિમાણ વ્રત.”
અતિ સાવદ્ય વસ્તુઓનો સર્વથા ત્યાગ અને અલ્પ સાવદ્યવાળી વસ્તુઓનો ઉપભોગ પણ પરિમાણથી કરવો તે ઉપભોગ પરિભોગ પરિમાણ વ્રત કહેવાય છે.” તત્ત્વાર્થ ભાષ્યકાર તેને બે ભેદે જણાવે છે. (૧) ભોજનસંબંધી અને (૨) કર્મવિષયક.
સાવરક સૂત્ર માં પણ આ વ્રત ભોજનથી અને કર્મથી એમ બે પ્રકારે જણાવેલું છે. તેની વ્યાખ્યા કરતા આવશ્યક વૃત્તિકારે કહ્યું છે કે ૩૫ પદ એક વખત એવા અર્થનું સૂચક છે. તેથી ‘ઉપ' એટલે એક વખત ભોગવાય તે અશન, પાન આદિનો ઉપભોગ જાણવો અથવા “ઉપ” એટલે “અંદર' એવો અર્થ પણ છે,