________________
વંદિત્ત-સૂત્ર-વિવેચન-ગાથા-૧૮, ૧૯
૧૫૯
તિલકશેઠનું હૃદય ફાટી પડ્યું. મરીને નરકે ગયો.
આ પ્રમાણે પરીગ્રહનું પરિમાણ કરવાને બદલે પરીગ્રહમાં અતૃપ્ત રહેનારા જીવો દુર્ગતિને પામે છે માટે શ્રાવકોએ આ અણુવ્રત ગ્રહણ કરવું.
૦ હવે પાંચ વ્રતોને હિતકારી એવા ત્રણ ગુણવ્રતો કે જે ઉત્તરગુણરૂપ પણ ગણાય છે, તેને સૂત્રકાર બતાવે છે, જેમાં હવેની ગાથા-૧માં છઠા દિક્પરિમાણ વ્રતને કહે છે. જેમાં ચાર ચરણથી આ ગાથામાં પહેલા ચરણમાં આ વ્રતનું સ્વરૂપ સ્પષ્ટ કરે છે. બીજા અને ત્રીજા ચરણમાં આ વ્રતના પાંચ અતિચારોને જણાવે છે અને છેલ્લા ચરણમાં અતિચારની નિંદા કરી છે.
અહીં પણ ગાથાનો સંબંધ આગળ-પાછળ જોડાયેલો હોવાથી વિવેચન પદ્ધતિમાં ફેરફાર કર્યા છે. ગાથાર્થ આપીને, સ્વરૂપ સ્પષ્ટ કર્યા પછી પાંચ અતિચારોનું વર્ણન કરેલ છે. અમાસ ચ પરિમા, વિસાસુउड्डे अहे अ तिरिअं च, वुड्डि सइंतरद्धा,
पढमंमि गुणव्वए निंदे જવા-આવવાના (ગમન) સંબંધી પહેલા દિક્પરિમાણ નામના ગુણવ્રતને વિશે (શ્રાવકના બાર વ્રતમાંના છઠા વ્રતને વિશે)...
ઉર્ધ્વદિશા, અધો દિશા અને પૂર્વાદિ ચાર તિર્જી દિશામાં જવાને માટે નક્કી કરેલ પરિમાણ રૂપી વ્રતમાં પ્રમાદ યોગે અધિક ગમન કરવાથી લાગેલા અતિચાર
તથા..
- વૃદ્ધિ - એક દિશાનું પરિમાણ ઘટાડી બીજી દિશામાં ઉમેરવાથી.. - તેમજ પરિમાણની સ્મૃતિ ન રહેવાથી લાગેલ અતિચારની – હું પહેલા ગુણવતના વિષયમાં નિંદા કરું છું. ૦ છઠા વ્રતનું સ્વરૂપ ::
- આ વ્રત શ્રાવકના બાર વ્રતોની દૃષ્ટિએ છઠું વ્રત છે. જ્યારે વિભાગીકરણની દૃષ્ટિએ ત્રણ ગુણ વ્રતોમાંનું પહેલું ગુણવ્રત છે અને સાત ઉત્તરગુણોમાંનું પહેલું ઉત્તરગુણ વ્રત છે.
– આ ગુણવ્રતને “દિક્પરિમાણવ્રત' કહેવામાં આવે છે.
- શ્રાવક જીવનને સંયમિત બનાવવા માટે જેમ પરિગ્રહનું પરિમાણ આવશ્યક છે, તેમ દિશાઓનું પરિમાણ પણ જરૂરી છે. જો તેની મર્યાદાનો નિયમ કરવામાં ન આવે તો ગમે તે દિશામાં ગમે તેટલું ગમનાગમન કરવાનું મન થાય અને પ્રવૃત્તિ પણ થઈ શકે. આ ગમનાગમન વડે ઘણી જ હિંસા થવાનો સંભવ રહે છે, ઇર્યાસમિતિ પળાતી નથી અને જયણાનું પાલન પણ થતું નથી.
– શ્રમણોને કેવળ સંયમ યાત્રાર્થે વિચરણ કરવાનું હોવાથી તેઓ સંયમના લાભને માટે કે આવશ્યક કારણે ગમે ત્યાં ગમે તેટલું વિચરણ કરે તો પણ ઇર્યાસમિતિના પાલન સાથે કરતા હોવાથી તેમજ આજ્ઞાનું પાલન પણ મુખ્ય