________________
વંદિત્ત-સૂત્ર-વિવેચન-ગાથા-૬
૧૧૯ સુદેવ, સુગર, સુધર્મની પ્રાપ્તિ પછી પણ અન્યદર્શનની ઇચ્છા કે આકાંક્ષા કરવી તે સમ્યક્ત્વના મૂળમાં પ્રહાર કરનારી છે.
પરદર્શનની અભિલાષારૂપ આકાંક્ષા પણ બે પ્રકારે છે– (૧) સર્વ આકાંક્ષા - સમસ્ત પાખંડીઓના દર્શનની અભિલાષા થવી. (૨) દેશ આકાંક્ષા - કોઈ એક પરદર્શનની આકાંક્ષા થવી તે.
૦ લઘુ દષ્ટાંત :- કોઈ બ્રાહ્મણ રોજ ધારાદેવીની આરાધના કરતો હતો. લોકો પાસે ચામુંડા દેવીની પ્રશંસા સાંભળી ચામુંડાદેવીની પણ આરાધના શરૂ કરી. કોઈ વખતે તે નદીમાં ડૂબતો હતો. ત્યારે તેણે ધારાદેવી અને ચામુંડા દેવી બંનેને પોકારો કરીને કહ્યું કે, તેને બચાવે ત્યારે બંને દેવી હાજર થઈ, પણ પરસ્પર ઇર્ષ્યાથી કોઈ દેવીએ તેને બચાવ્યો નહીં. બિચારો બ્રાહ્મણ અંતે ડૂબી મર્યો માટે અન્ય અન્ય ધર્મોની આકાંક્ષા ન કરવી,
(૩) વિચ્છિા - વિચિકિત્સા, ધર્મના ફળના વિષયમાં સંદેહ કે ધર્મજન પ્રત્યેની જુગુપ્સા. આ સમ્યક્ત્વનો ત્રીજો અતિચાર છે.
(અર્થ અને વિવેચન માટે જુઓ સૂત્ર-૨૮ “નાસંમિ દંસણમિ)
- ધર્મક્રિયા કર્યા પછી તેના ફળને વિશે સંદેડ કરવો કે મને આ ધર્મનું ફળ મળશે કે નહીં? અથવા સાધુ, સાધ્વીના મલિન શરીર અને વસ્ત્રાદિ જોઈને તેની નિંદા કરવી તે “વિગિચ્છા” અતિચાર કહ્યો.
૦ લઘુ દૃષ્ટાંત :
(૧) અષાઢાભૂતિ આચાર્યએ ઘણાં શિષ્યોને નિર્ધામણા કરાવી અને તે શિષ્યો દેવલોકમાં ગયા. કોઈ વખતે એક લઘુશિષ્યને નિર્ધામણા કરાવતા કરાવતા તેમણે કહ્યું કે, જો તું દેવલોકમાં ઉત્પન્ન થાય તો તું મને દર્શન આપજે. શિષ્ય તે વાત સ્વીકારી દેવલોકના સુખમાં લીન બનેલ તે શિષ્ય દેવ થયા પછી કેટલોક કાળ ન આવ્યો. ત્યારે આચાર્યએ વિચાર્યું કે મારો શિષ્ય દેવ થયો હોય તો જરૂર આવે માટે દેવલોકાદિ કંઈ છે જ નહીં, એ પ્રમાણે વિચિકિત્સા જન્મી કે આ તપ, જપ, સંયમનું કોઈ ફળ નથી, મેં આજ સુધી ફોગટ ફ્લેશ કર્યો છે.
તે વખતે દેવ બનેલા લઘુશિષ્યએ અવધિજ્ઞાનના ઉપયોગથી આ વાત જાણી, ગુને પ્રતિબોધ કરવા આવ્યો. દેવતાઈ નાટકો અને વિવિધરૂપો દેખાડીને આચાર્ય ભગવંતને બોધ પમાડ્યા. આચાર્ય પણ આલોચના કરી, ફરી સમ્યક્ત્વમાં સ્થિર થઈ, સંયમ પાળી દેવલોકે ગયા.
(૨) વિવાહ પ્રસંગે સવગ વિભૂષિત એવી કોઈ શ્રાવક પુત્રીએ મુનિને વહોરાવતી વખતે મુનિના દેહની મલિનતા જોઈ વિચાર્યું કે જૈન ધર્મ તો શ્રેષ્ઠ જ છે, પણ મુનિને પ્રાસુકજળથી સ્નાન કરવાનું હોય તો શું દોષ છે ? તે શ્રાવક પુત્રી આવી દુર્ગછા કર્યા પછી આલોચના કર્યા વિના મરણ પામી અને રાજગૃહીમાં ગણિકાની પુત્રીરૂપે ઉત્પન્ન થઈ. માતાએ તેને જન્મ આપ્યો ત્યારે અતિ તીવ્ર દુર્ગધવાળી તે પુત્રીનો માતાએ ત્યાગ કર્યો શ્રેણિક રાજાએ જ્યારે તે કન્યાના દુર્ગધપણા વિશે પ્રશ્ન કર્યો ત્યારે ભગવંત