________________
વંદિત્ત-સૂત્ર-વિવેચન-ગાથા-૪
૧૧૩
પ્રવર્તતી કાયા તે પ્રશસ્ત કાયયોગ છે જ્યારે સાંસારિક હેતુમાં, ઇન્દ્રિયોના વિષયોમાં, વ્યસનાદિ પ્રવૃત્તિમાં પ્રવર્તતો કાયયોગ તે અપ્રશસ્ત કાયયોગ છે.
• પત્યેિહિં - અપ્રશસ્ત વડે.
– આ અપ્રશસ્ત શબ્દ ઇન્દ્રિય, કષાય, રાગ, દ્વેષ એ બધાંને લાગુ પડે છે. એટલે કે આ શબ્દ વિશેષણ રૂપે પ્રયોજાયેલ છે.
મૂળ શમ્ ક્રિયાપદ વખાણ, પ્રશંસા, પ્લાધાના અર્થમાં છે તેના પરથી બનેલ શત શબ્દ સ્લાધિત, પ્રશસિત એવો અર્થ ધરાવે છે. પ્રકૃષ્ટતા કે અધિકતાના સૂચન માટે પૂર્વે પ્ર ઉપસર્ગ લાગે છે એ રીતે પ્રશસ્ત (સત્ય) શબ્દ બને છે. તેનો અર્થ છે સારી રીતે પ્રશંસા પામેલું કે અતિશય વખણાયેલું. જે વાત જ્ઞાનીપુરુષોએ શાસ્ત્રોમાં અને સુજ્ઞજનોએ વ્યવહારમાં પ્રશંસેલી છે તે ઉત્તમ, ઇચ્છવા યોગ્ય કે આદરણીય કહેવામાં આવે છે.
જ્યારે પ્રશસ્ત (પત્થ) શબ્દની પૂર્વે નકાર સૂચક ૩ મૂકવામાં આવે ત્યારે અપ્રશસ્ત (મધુત્વ) શબ્દ બને છે. જે પ્રશસ્ત કરતા ઉલટા કે વિપરીત અર્થને સૂચવે છે. અપ્રશસ્ત એટલે જે વાતને શાસ્ત્રોમાં જ્ઞાનીપુરુષોએ આદરણીય ગણી નથી અથવા ત્યાજ્ય ગણી છે તે અથવા સુજ્ઞજનોએ વ્યવહારમાં જેને ઇચ્છવા યોગ્ય કે આદરણીય ગણી નથી તે.
• સીખ તો ૩ - રાગથી અથવા ઢષથી.
૦ રોપા - રાગથી, આસક્તિથી ( “રાગ’ શબ્દનું વિવેચન સૂત્ર-૩ર “અઢાર પાપસ્થાનક'માં જોવું.).
– જેના વડે જીવ કર્મોથી રંગાય તે “રાગ' કહેવાય છે.
– ધર્મબિંદુ ગ્રંથમાં કહ્યું છે કે, “કોઈપણ વિષયમાં આસક્તિ થવી તે “રાગ" કહેવાય છે.
૦ તોલે - કેષથી, અપ્રીતિથી ( ‘વૈષ' શબ્દનું વિવેચન સૂત્ર-૩૨ “અઢાર પાપસ્થાનકમાં જોવું)
જેનાથી કે જે હોય ત્યારે પ્રાણીઓ અપ્રીતિને, માત્સર્યને ધારણ કરે છે તેને દ્વેષ, તિરસ્કાર, અવજ્ઞા આદિ તેના પર્યાયો છે.
લિપિન્કા ટીકામાં રાગના ત્રણ ભેદો જણાવ્યા છે તે મુજબ
કામરાગ, નેહરાગ, દૃષ્ટિરાગ એ ત્રણ પ્રકારના રાગમાંના કોઈપણ એક રાગ વડે વ્રતોમાં અતિચાર-દોષ લાગે તેવું કર્મ બાંધ્યું હોય તે કર્મની હું નિંદા અને ગર્ણી કરું છું.)
- કામરાગનું દૃષ્ટાંત - જંબુસ્વામીજીના જીવ ભવદેવે પોતાના ભાઈમુનિ ભવદત્તની દાક્ષિણ્યતાથી દીક્ષા ગ્રહણ કરી, તો પણ તેને પોતાની નવપરિણિત પત્ની નાગિલા પ્રત્યે લાગલગાટ બાર વર્ષ પર્યન્ત જે રાગ રાખ્યો તેને કામરાગનું દૃષ્ટાંત જાણવું
– સ્નેહરાગનું દૃય ત - બોટિક (દિગંબર) મત પ્રવર્તાવનાર શિવભૂતિ પરત્વે