________________
૧૧૦
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૩ આ ગાથામાં જ્ઞાનાતિચારનો અધિકાર જાણવો. (જો કે બીજા ગ્રંથોમાં તો આ ગાથા સર્વ કોઈ અતિચારૂપ અશુભકર્મના કારણરૂપ ગાથા તરીકે હોવાનું જ કથન છે - “અપેક્ષાભેદ બહુશ્રુતો જાણે.”)
• = વાદ્ધ - જે બંધાયુ હોય -- અતિચારરૂપ જે કોઈ અશુભકર્મ બંધાયેલ હોય – અહીં ‘સુદં વળ્યું એ પદ અધ્યાહાર છે. (આ અશુભ કર્મબંધના હેતુઓ હવે કહે છે–).
ફુલિëિ - ઇન્દ્રિયો વડે. પાંચ ઇન્દ્રિયો દ્વારા. – ‘ઇન્દ્રિય’ શબ્દનું વિવેચન - જુઓ સૂત્ર-૨ “પંચિંદિય”.
– “કુંઢિય’ શબ્દ સાથે અહીં પૂર્થીિ શબ્દ જોડવાનો છે. તેથી “અપ્રશસ્ત ઇન્દ્રિયો વડે” એવો શબ્દાર્થ થશે.
– પાંચે ઇન્દ્રિયોના પ્રશસ્ત અને અપ્રશસ્ત બંને અર્થો :(૧) પ્રશસ્ત-અપ્રશસ્ત શ્રવણેન્દ્રિય :
દેવગુરુના ગુણો શ્રવણ કરવા, ગુરૂની હિતશિક્ષા સાંભળવી, ધર્મદેશના સાંભળવી વગેરેમાં શુભ અધ્યવસાયના હેતુપણે જે જોડાય તે પ્રશસ્ત શ્રવણેન્દ્રિય ગણાય.
જ્યારે ઇષ્ટ પદાર્થોના શ્રવણમાં જે રાગનો હેતુ બને અને અનિષ્ટ પદાર્થોના શ્રવણમાં દ્વેષનો હેતુ બને તે શ્રવણેન્દ્રિય અપ્રશસ્ત ગણાય.
(૨) પ્રશસ્ત-અપ્રશસ્ત ચક્ષુરિન્દ્રિય :
દેવદર્શન, ગુરૂદર્શન, સંઘદર્શન, શાસ્ત્રવાંચન, તીર્થદર્શન વગેરે વડે જે પવિત્ર થાય તે ચક્ષુ પ્રશસ્ત ગણાય છે, જ્યારે પ્રિય-અપ્રિય કે મનોજ્ઞતા અને અમનોજ્ઞતાના ભાવપૂર્વક જે કાંઈ જુએ તે અપ્રશસ્ત ચક્ષુરિન્દ્રિય. વિકારી દૃષ્ટિથી સ્ત્રીના અંગોપાંગાદિ જોવાં તથા ભય અને કુતૂહલથી નિરીક્ષણ આદિ કરવાં એ અપ્રશસ્ત ચક્ષુરિન્દ્રિયનો વ્યવહાર છે.
(૩) પ્રશસ્ત-અપ્રશસ્ત ધ્રાણેન્દ્રિય :
અરિહંત પ્રભુની પૂજા માટેના કેસર, કપૂર, બરાસ, કસ્તુરી આદિની સુગંધની પરીક્ષા કરે, ગ્લાન, બાળ, વૃદ્ધ આદિ ગુરુવર્યોને પથ્ય એવા ઔષધાદિને સુંઘવામાં જે ઘાણ જોડાય તે પ્રશસ્ત ધ્રાણેન્દ્રિય અને ઇષ્ટ એવા સુગંધી પદાર્થોમાં રાગ કરનારી તથા અનિષ્ટ એવા દુર્ગધી પદાર્થોમાં દ્વેષ કરનારી બને તે અપ્રશસ્ત-ધ્રાણેન્દ્રિય જાણવી.
(૪) પ્રશસ્ત-અપ્રશસ્ત રસનેન્દ્રિય વાચનાદિ પાંચ પ્રકારના સ્વાધ્યાયમાં, દેવગુરુની સ્તુતિમાં, સદુપદેશ દેવામાં, ગુરુ મહારાજને આપવા યોગ્ય આહાર પાણીની ચાખીને પરીક્ષા કરવામાં રોકાય તે પ્રશસ્ત રસનેન્દ્રિય અને વિકથા કરવામાં, પાપનો ઉપદેશ આપવામાં, રૂચીકર આહાર પર રાગ કરવામાં અને અરોચક આહારમાં વેષ કરવામાં રોકાય તે અપ્રશસ્ત રસનેન્દ્રિય જાણવી.
(૫) પ્રશસ્ત-અપ્રશસ્ત સ્પર્શનેન્દ્રિય :- અરિહંત પરમાત્માના પ્રક્ષાલન આદિમાં, ગ્લાન-બાળ વૃદ્ધ આદિ ગુરુવર્યોની વૈયાવચ્ચ કરવામાં શરીરનો ઉપયોગ કરાય તે