________________
વંદિત્ત-સૂત્ર-વિવેચન-ગાથા-૨, ૩
૧૦૭
• સુમો વા વાયરો વા સૂક્ષ્મ(નાનો) કે બાદર (મોટો)
- ગુમ - સૂક્ષ્મ, નાનો, અજાણપણે થઈ જવાના કારણે ખ્યાલમાં નહીં આવેલો - અથવા -
– વાયરો - બાદર, મોટો, જાણવામાં આવેલો, પ્રગટ અતિચાર આ અતિચારોનું હું શું કરું ? . • તે સિંહે તે ૪ રિામ - તેને હું બિંદુ છું - નિંદા કરું છું અને તેની ગહ કરું છું - ગડું છું.
૦ નિ - નિંદુ છું, નિંદા કરું છું, આત્મસાક્ષીએ વખોડું છું.
- લાગેલા અતિચાર બદલ હા ! મેં ખરાબ કર્યું વગેરે પશ્ચાત્તાપપૂર્વક આત્મસાક્ષીએ તેની નિંદા કરું છું.
૦ રિહાનિ - ગચ્છું છું, ગ કરું છું, ગુરુ સાક્ષીએ પ્રકાશું છું.
– પ્રવચન સારોદ્ધાર કાર-૯૮માં કહ્યું છે કે, “મનથી ખોટું ગણવું તે નિંદા' છે અને ગુરુ સમક્ષ તેનું પ્રકાશન કરવું તે “ગ' છે.
– નિંદા અને ગ વડે પ્રતિક્રમણના સ્વરૂપનું નિર્માણ થાય છે. તે મુજબ અહીં દરેક અતિચારની નિંદા અને ગહ કરવા માટે આ બંને શબ્દોનો પ્રયોગ સૂત્રમાં કરાયો છે.
– “નિંદા અને ગહ' બંને ક્રિયાપદોનો પ્રયોગ - આ સૂત્રની ગાથા-૪, ૩૧, ૩૨, ૪૨, ૫૦ માં પણ હવે પછી જોવા મળે છે.
- ફક્ત “નિંદા' ક્રિયાપદ પણ આ પાંચ ગાથા સિવાય ગાથા-૭, ૧૯,૨૦, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૪૦ માં જોવા મળે છે.
– પ્રતિક્રમણના પર્યાય રૂપે આ બંને શબ્દોનો અર્થ પૂર્વે સૂત્ર-૫ “ઇરિયાવહીના વિવેચનમાં નોંધેલ છે.
(સર્વ વ્રતાદિના અતિચારો લાગવાનું કારણ પ્રાયઃ પરિગ્રહ અને આરંભ છે. તેથી આ બંનેનું સામાન્યપણે પ્રતિક્રમણ કરવા માટે હવે ત્રીજી ગાથામાં જણાવે છે કે-) *
• સુવિહે પરિનિ - બે પ્રકારના પરિગ્રહને વિશે( “પરિગ્રહ' શબ્દની વ્યાખ્યા સૂત્ર-૩૨ “અઢાર પાપસ્થાનકમાં જોવી)
– “જે ગ્રહણ કરાય તે પરિગ્રહ”. જે વસ્તુ મમત્વ ભાવથી - મૂર્છાથી ગ્રહણ કરવામાં આવે, તે પરિગ્રહ કહેવાય. જેમાં ધન, ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ આદિ ગ્રહણ કરાય છે. (જે હવે પછી ગાથા-૧૮માં આવશે.).
આ પરિગ્રહને બે પ્રકારનો કહ્યો છે – (૧) બાહ્ય, (૨) આત્યંતર. જેમાં ધન-ધાન્યાદિ નવ પ્રકારનો પરિગ્રહ બાહ્ય છે અને અત્યંતર પરિગ્રહમાં વેદ-૩, હાસ્યાદિ-૬, મિથ્યાત્વ-૧, કષાય-૪ આવે છે.
બીજી રીતે પરિગ્રહના બે ભેદ છે - સચિત્ત અને અચિત્ત વસ્તુનો સંગ્રહ. જેમાં (૧) સચિત્ત સંગ્રહમાં નોકર-ચાકર, ઢોર-ઢાંખર આદિ અને (૨) અચિત્ત વસ્તુના સંગ્રહમાં - જમીન, મકાન, ધન, ધાન્ય, ધાતુ આદિનો સંગ્રહ સમાવિષ્ટ થાય છે.
• સાવ વહૈિ ગામે - ઘણા પ્રકારના પાપમય આરંભો કરતાં અથવા