________________
મોક્ષ માર્ગ
૨૦૪
વિદ્યાધરો, દેવો અને મનુષ્યો હાથ જોડીને જેની સ્તુતિ કરતા હોય એવા ચક્રવર્તીનું પદ મળી જવું સુલભ છે પણ ભાવિજીવોને વહાલી એવી બોધિ દુર્લભ છે (બોધિ=સમ્યગ્દર્શન) (શુભ કર્મ દ્વારા પુણ્ય ઉપાર્જન કરનાર વિવેકી આત્મા.) દેવલોકનું આયુષ્ય પુરૂં થતાં મનુષ્ય લોકમાં સુખચેનભર્યું અને ઉત્તમ સામગ્રીવાળું જીવન પ્રાપ્ત કરે છે.
ર૦૫.
૨ ૦૬ – ૨૦૭
જીવનભર ઉત્તમ માનવીય સુખોનો ઉપભોગ કરીને, પૂર્વે વિશુદ્ધ ધર્મનો અભ્યાસ કરેલો હોવાથી, એ આત્મા બોધિ પ્રાપ્ત કરે છે. ચાર અંગો દુર્લભ છે એમ જાણીને સંયમનો સ્વીકાર કરે છે. તપથી કર્મોનો ક્ષય કરી એ શાશ્વત સિદ્ધપદને ઉપલબ્ધ થાય છે. (ચાર દુર્લભ અંગ = મનુષ્યત્વ, ધર્મશ્રવણ, ધર્મશ્રદ્ધા, પુરુષાર્થ.)
૧૭. રત્નત્રયસૂત્ર (ગ) વ્યવહારરત્નત્રય ૨ ૦૮.
ધર્મ આદિ છ દ્રવ્યો પર શ્રદ્ધા હોવી એ સમ્યગ્દર્શન છે; દ્વાદશાંગી આદિ આગમોની જાણકારી એ સમ્યજ્ઞાન છે; તથા તપ આદિનું આચરણ એ સમ્યક્યારિત્ર છે આ ત્રણ ગુણોને મોક્ષનો વ્યાવહારિક માર્ગ કહ્યો છે. (છ દ્રવ્ય = ધર્મ, અધર્મ, આકાશ, કાલ, ૫ગલ અને જીવ. દ્વાદશાંગી
= બાર મુખ્ય જૈન આગમો.) ર૦૯. મુમુક્ષુ જ્ઞાનથી પદાર્થોને જાણે, સમ્યગ્દર્શન દ્વારા તેમાં
શ્રદ્ધા કેળવે, ચારિત્રથી કર્મોને રોકે અને તપથી પૂર્વકર્મોનો ક્ષય કરી શુદ્ધ બને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org