________________
જ્યોતિર્મુખ
૧૮૦.
૧૮૧.
૧૮૨.
૧૮૩
૧૮૪
૧૮૫.
૧૮૬.
Jain Education International
૫૭
કેવળજ્ઞાન વડે સકળ પદાર્થોને જાણનાર અર્હતો શરીરધારી પરમાત્મા છે. સર્વોત્તમ સુખને પ્રાપ્ત કરી લેનારા સિદ્ધ આત્માઓને માત્ર જ્ઞાનરૂપી શરીર છે.
બહિરાત્મપણું તજી, અંતરાત્મા બની પરમાત્માનું ધ્યાન કરવું એવો જિનેશ્વરોનો ઉપદેશ છે.
—
ચાર ગતિમાં ભ્રમણ, જન્મ-જરા-મરણ-રોગ-શોક આદિ દુઃખો, ફુલ, યોનિ, જીવસ્થાન કે માર્ગણાસ્થાન – શુદ્ધ આત્મામાં આમાનું કશું છે જ નહિ.
(ફુલ=જીવોના પ્રકારો. યોનિ =જીવોના ઉત્પત્તિ સ્થાનો જીવસ્થાન =જીવની વિવિધ સ્થિતિઓ. માર્ગણાસ્થાન= ભિન્ન-ભિન્ન કક્ષા અને સ્થિતિ પ્રમાણે જીવને મળનારી ભિન્ન ભિન્ન વસ્તુઓ એમાં ગતિ, ઈન્દ્રિય, કાયા વગેરે ૧૪ વસ્તુઓનો સમાવેશ થાય છે અને તેના આધારે જીવોના ભેદોનું પૃથક્કરણ કરવામાં આવે છે. ) વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સ્ત્રીત્વ, પુરુષત્વ, નપુસંકત્વ, સંસ્થાન, સંહનન-શુદ્ધ આત્મામાં આ બધું નથી.
(સંસ્થાન=શરીરના આકાર. સંહનન=શરીરનું બંધારણ.)
આ બધા ભાવ જીવને હોય છે એમ વ્યાવહારિક ભૂમિકાએ કહેવાય છે. જગતના સર્વ જીવો વાસ્તવિક સ્વરૂપની દૈષ્ટિએ સિદ્ધની સમાન જ છે
વાસ્તવિક ષ્ટિએ આત્મામાં રસ-રૂપ-ગંધ-શબ્દ નથી; આત્મા અવ્યક્ત છે, આત્મા બાહ્ય ચિહ્નોથી જાણી શકાતો નથી. આત્માને કોઈ આકાર પણ નથી.
શુદ્ધ આત્મામાં નથી દંડ, નથી દ્વન્દ્વ; નથી મમત્વ, નથી શરીર. આત્મા નિરાલંબ છે, વીતરાગ છે, વીતદ્વેષ છે, નિર્મોહ છે, નિર્ભય છે
For Private Personal Use Only
www.jainelibrary.org