________________
જ્યોતિર્મુખ
પપ
૧૭૪.
અધ્યયન કરવાથી જ્ઞાન મળે છે, ચિત્ત એકાગ્ર થાય છે, ધર્મમાં પોતે સ્થિર થવાય છે અને બીજાને સ્થિર કરી. શકાય છે. આ હેતુથી શાસ્ત્રોનું પરિશીલન કરી જ્ઞાનસમાધિમાં લીન થવું. સર્વદા ગુરુનિશ્રામાં રહે, વિધિપૂર્વક શાસ્ત્રઅધ્યયન કરે, ઉપધાન(તપ કરે, ગુરુને પ્રિય લાગે તેવું બોલે અને તેવું કરે એ આત્મા જ્ઞાન પ્રાપ્ત કરવાને લાયક છે.
૧ ૭પ.
૧૭૬.
જેવી રીતે એક દીવામાંથી સેકડો દીવા પ્રગટાવી શકાય છે ને તે છતાં પ્રથમ દીવો એવો જ પ્રકાશવાન રહે છે તેવી રીતે આચાર્યો પોતે પ્રકાશવાન રહીને અન્યોને પ્રકાશિત કરે છે.
૧૫. આત્મસૂત્ર
૧ ૭૭.
આત્મા ઉત્તમ ગુણોનું ધામ છે, સર્વ પદાર્થોમાં ઉત્તમ પદાર્થ આત્મા છે, સર્વ તત્ત્વોમાં ઉત્તમ તત્ત્વ આત્મા છે – આ વાત નિશ્ચિતરૂપે સમજી લો
૧૭૮.
જીવો ત્રણ પ્રકારના છે • બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. પરમાત્માના બે ભેદ છે – અરિહંત અને
સિદ્ધ.
૧૭૯.
ઈન્દ્રિય અને શરીરને આત્મા માનનાર બહિરાત્મા છે. આત્માને જ આત્મા તરીકે સમજનાર-ઓળખનાર અંતરાત્મા છે, સર્વ કર્મથી મુક્ત થઈ જનાર આત્મા પરમાત્મા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org