________________
જ્યોતિર્મુખ
પ૩
૧૬૭.
આળસ હોય ત્યાં સુખ નથી. નિદ્રા અને વિદ્યા સાથે. રહેતાં નથી. જ્યાં મમતા ત્યાં વૈરાગ્ય નહિ અને આરંભ
ત્યાં અહિંસા નહિ. (આરંભ=મોલ પાયે કસતા સાંસારિક કાય.) હે મનુષ્યો, સતત જાગતા રહો જાગતો રહે છે તેનું જ્ઞાન વધે છે. સૂઈ રહેનારો ભાગ્યહીન છે, જાગનારો. ભાગ્યશાળી છે.
૧ ૬૮.
૧ ૬ ૯.
વસ્તુઓ લેવી-મૂકવી, મળ-મૂત્ર અને બીજી વસ્તુઓનું વિસર્જન કરવું, બોલવું-ચાલવું, બેસવું-ઉઠવું, જવું-આવવું – આવી દરેક ક્રિયામાં સાવધાન રહીને જે જીવરક્ષાનો પ્રયત્ન કરે છે તે જ અહિંસક રહી શકે છે.
૧૪. શિક્ષાસૂત્ર
૧૭૦.
અવિનીત આત્માને હાનિ થાય છે, વિનીતને લાભ થાય છે – આ વાત જેના ધ્યાનમાં હોય તે વ્યક્તિ વિદ્યા પ્રાપ્ત કરી શકે છે.
૧૭૧
અભિમાન, ક્રોધ, પ્રમાદ, રોગ અને આળસ-આ પાંચ વસ્તુઓ એવી છે કે જે જ્ઞાનપ્રાપ્તિમાં બાધક બને છે.
૧૭-૧૭૩.
આ આઠ વસ્તુઓ એવી છે કે જેનાથી જ્ઞાનાર્જનમાં સફળતા મળે છે : મજાક-મસ્તીથી દૂર રહેવું, ઈન્દ્રિયમનને કાબૂમાં રાખવાં, બીજાની ખાનગી વાતોમાં રસ ન લેવો, અસભ્ય ન બનવું, મોટા અપરાધો ન આચરવા, સ્વાદલોલુપ ન થવું, ક્રોધી ન હોવું, સત્યના પ્રેમી રહેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org