________________
૧૩. અપ્રમાદસૂત્ર
૧૬ ૦.
આ મારી પાસે છે, આ નથી; આ મેં કરી લીધું, આ બાકી છે; એવો બડબડાટ કરી રહેલા માનવીને કાળ જોતજોતામાં ઉઠાવી જાય છે. આ સ્થિતિમાં પ્રમાદ કરાયા જ કેમ? જગતમાં સારભૂત એવા જ્ઞાનાદિ પદાર્થોને સૂઈ રહેનારો. આત્મા ખોઈ નાખે છે. માટે જાગૃત રહીને પુરાણાં કર્મોને ખંખેરતા રહો.
૧ ૬૧,
૧.૬ ૨.
ભગવાન મહાવીરે વત્સ દેશના રાજા શતાનિકની બહેન જયંતીને કહ્યું હતું : “ધર્મવાન આત્મા જાગતો સારો, અધર્મી સૂતેલો સારો.”
૧૬ ૩.
સૂતેલા લોકોની વચ્ચે પણ પ્રજ્ઞાવાન મનુષ્ય જાગૃત જીવન ગાળે; એ ક્યારેય પ્રમાદ ન કરે. કાળ નિર્દય છે, શરીર નિર્બળ છે; માટે ભારંડપક્ષીની જેમ સદા સાવધાન રહેવું. પ્રમાદ એ જ કર્મ છે, અપ્રમાદ એ જ અકર્મ છે એમ જ્ઞાનીઓએ કહ્યું છે. પ્રમાદી વ્યક્તિ બાળ(અજ્ઞાની) છે, અપ્રમાદી પંડિત (જ્ઞાની) છે
૧૬૪.
૧૬૫.
બાળજીવો કર્મ(પ્રવૃત્તિઓ દ્વારા કર્મને ક્ષય કરવા ઈચ્છે છે, પણ તેમ થતું નથી. જ્ઞાનીજનો અકર્મ(નિવૃત્તિ) દ્વારા કર્મોનો ક્ષય કરે છે. લોભ અને ભયથી મુક્ત અને સંતોષી એવા મેધાવી પુરુષો પાપથી બચે છે.
૧૬ ૬.
પ્રમત્તને બધી બાજુએથી ભય હોય છે, અપ્રમત્તને કોઈ ભય નથી હોતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org