________________
જ્યોતિર્મુખ
૧ ૩ ૨.
૪૩ ઉચ્ચ કોટિના ગુણવાન અને જિનેશ્વર સમાન ચારિત્રધારી મુનિ કષાયોને શાંત કરી દે છે, પરંતુ (નિમિત્ત મળતાં ફરી જાગૃત થઈને) કષાયો એવા મુનિને પણ પાડી નાખે છે, તો અન્ય સરાગી મુનિનું શું કહેવું? કષાયોને ઉપશાંત કરનાર પણ જો ફરીથી અનંતગણી પતિત અવસ્થાને પામતો હોય તો, કષાય ભલે થોડો રહ્યો હોય તો પણ, તેનો વિશ્વાસ કરવો જોઈએ નહિ.
૧ ૩૩
૧ ૩૪.
થોડુંક કરજ, નાનો ઘા, નાનકડી આગ કે જરાક જેટલો કષાય – આ બધાંનો તમારે કદી વિશ્વાસ ન કરવો. એમને નાનામાંથી મોટું રૂપ લેતાં વાર લાગતી નથી.
૧ ૩૫.
ક્રોધ પ્રેમનો, અભિમાન વિનયનો, માયા મૈત્રીનો અને લોભ સર્વનો નાશ કરે છે.
૧૩૬.
ક્ષમાથી ક્રોધને હણો, નમ્રતાથી અભિમાનને જીતો, સરળતાથી માયાનો અંત આણો અને સંતોષ વડે લોભ પર વિજય મેળવો.
૧ ૩૭.
કાચબો પોતાના અંગોને પોતાની અંદર લઈ લે છે એમ વિચારશીલ પુરુષ આત્મલક્ય વડે પાપોનું સંવરણ કરે.
૧ ૩૮.
જાણતાં કે અજાણતાં ધર્મવિરુદ્ધ કાર્ય થઈ જાય તો સાધકે પોતાની જાતનું જલદીથી સંવરણ કરવું અને ફરીથી એ ભૂલ થવા ન દેવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org