________________
જ્યોતિર્મુખ
૧ ૨૫.
૪૧ કોઈ વ્યક્તિ યુદ્ધમાં હજારો મહાન યોદ્ધાઓને એકલો જીતી લે તેના કરતાં પણ કોઈ વ્યક્તિ પોતાની જાતને જીતી લે એ વિજય મોટો છે.
૧
૨ ૬
બહારની લડાઈથી શું વળશે? પોતાની જાત સાથે જ લડ. પોતે પોતાને જીતીએ તો જ સાચું સુખ મળે છે.
૧ ૨૭.
પોતાની જાતને જ તાબે કરવી જોઈએ. આત્મવિજય સૌથી અઘરો છે. જાતને જીતનારા આ લોકમાં અને પરલોકમાં સુખી થાય છે.
૧ ૨૮.
હું મારી જાતે તપ અને સંયમ વડે મારા પર કાબૂ મેળવું એ જ સારું છે. વધ અને બંધન જેવી શિક્ષાઓ વડે બીજાઓ મને કાબૂમાં લે એ ઠીક નહિ.
૧ ૨૯.
એક વસ્તુથી નિવૃત્ત થવા જેવું છે અને બીજી એક વસ્તુમાં પ્રવૃત્તિ કરવા જેવી છે. અસંયમથી નિવૃત્તિ કરવી અને સંયમમાં પ્રવૃત્તિ કરવી
૧ ૩૦.
રાગ અને દ્વેષ નામના બે પાપ જ અન્ય પાપકાર્યમાં આપણને દોરી જાય છે. જે મુનિ આ બંનેનો સદાને માટે ક્ષય કરે છે તે સંસારચક્રમાં રહેતો નથી.
૧ ૩૧.
જેવી રીતે લગામ વડે અશ્વને રોકવામાં આવે છે તેમ જ્ઞાન, ધ્યાન અને તપના આધારે ઈન્દ્રિયો, વિષયો તથા કષાયોનો નિગ્રહ કરી શકાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org