________________
જ્યોતિર્મુખ
૧ ૧૯-૧ ૨૦
૩૯ ત્રણ વેપારીઓ સરખી મૂડી લઈને નીકળ્યા એકે નફો કર્યો, બીજો મુદ્દલ લઈને પાછો આવ્યો, ત્રીજો વેપારી મૂળ રકમ ગુમાવીને પાછો ફર્યો. એવું જ ધર્મ વિષે પણ સમજવું.
૧ ૨૧.
આત્મા આત્માને જાણે છે આત્મસાક્ષીએ કરાતો ધર્મ સાચો છે ધર્મ એવી રીતે આચરવો કે જેથી આપણા પોતાના માટે એ સુખદાયક નીવડે.
૧૦. સંયમસૂત્ર
૧ ૨ ૨
આત્મા જ વૈતરણી નદી છે, આત્મા જ કૃશાલ્મલી વૃક્ષ છે આત્મા જ કામધેનું છે અને આત્મા જ નંદનવન
(આત્મા જ નર્ક છે, આત્મા જ સ્વર્ગ છે વૈતરણી નદી અને કૃશાલ્મલી વૃક્ષ નર્કમાં આવેલાં કહેવાય છે, કામધેનુ ગાય અને નદનવન સ્વર્ગમાં આવેલા કહેવાય છે.) આત્મા જ સુખ-દુ:ખનો કર્તા છે અને સુખદુ:ખનો ભોક્તા છે. સન્માર્ગે ચાલનારો આત્મા પોતે પોતાનો મિત્ર છે, ઉન્માર્ગે ચાલનારો આત્મા પોતે પોતાનો શત્રુ છે.
૧ ૨ ૩.
૧ ૨૪.
એક તો ન જીતાયેલો આત્મા આપણો શત્રુ છે, બીજા, ન જીતાયેલા કષાય અને ન જીતાયેલી ઈન્દ્રિયો આપણા ખરા શત્રુ છે હે મુનિવર! એ બધાંને જીતી લઈને હું યથાયોગ્યપણે વિચારું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org