________________
જ્યોતિર્મુખ
૩૭
૧૧૩.
અગ્નિની સમીપ રહેલો લાખનો ઘડો જલદીથી ગરમ થઈ પીગળી જાય છે એવી જ રીતે સ્ત્રીના નિકટ સહવાસથી મુનિના સંયમનો પણ નાશ થાય છે.
૧૧૪.
જે સાધક-સાધિકા વિષયાસક્તિને પેલે પાર પહોંચી જાય છે તેને માટે બાકીની આસક્તિઓ ઓળગાવી સહેલી બની જાય છે; જેમ મહાસાગર પાર કરનારને ગંગા જેવી મોટી નદીઓ પાર કરવી સહેલી બની જાય છે, તેમ.
૧ ૧૫.
શીલના રક્ષણમાં સાવધાન રહેવા માટે પુરુષની સામે જેમ સ્ત્રીઓને નિદનીય રૂપે વર્ણવામાં આવે છે, તેવી જ રીતે શીલધારક સ્ત્રીઓ માટે પુરુષો પણ એટલા જ નિદનીય સમજી લેવા જોઈએ.
જગતમાં એવી ગુણ સંપન્ન સ્ત્રીઓ પણ છે કે જેનો યશ સર્વત્ર ફેલાયેલો છે, જે મનુષ્યલોકની દેવતાઓ સમાન છે, ને જે દેવોને પણ વદનીય છે
११७
કામાગ્નિ વિષયરૂપી વૃક્ષમાંથી પ્રગટે છે, યૌવનરૂપી ઘાસ એનો ચારો છે; ત્રણ લોકરૂપી વનને બાળવાની શક્તિ ધરાવતો એ અગ્નિ જેને બાળતો નથી તે પુરુષને (અને તે નારીને ધન્ય છે
૧૧૮.
જે રાત વીતી ગઈ તે પાછી આવવાની નથી, અધર્મ આચરનારાઓનો સમય વ્યર્થ વહી જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org