________________
જ્યોતિર્મુખ
૩૫
દર્શન-જ્ઞાનમય, અરૂપી એવો હું સદા એકાકી જ છું. પરમાણુ જેટલી પણ અન્ય કોઈ વસ્તુ મારી નથી
૧૦૭-૧૦૮
અમારું કહી શકાય એવું કશું જેની પાસે છે નહિ એવા અમે સુખેથી રહીએ છીએ, સુખેથી જીવીએ છીએ. મિથિલાનગરી બળતી હોય તો તેમાં અમારું કંઈ બળતું નથી. પુત્ર અને પત્ની આદિનો ત્યાગ કરનાર અને જેને કોઈ વ્યવસાય નથી એવા મુનિ માટે કોઈ વસ્તુ પ્રિય નથી, કોઈ વસ્તુ અપ્રિય નથી.
૧૦૯.
પાણીમાં જન્મેલું કમળ પાણીથી ભીંજાતું નથી તેમ જ વ્યકિત (ક્રમભોગોની વચ્ચે રહેતી હોવા છતાં) કામભોગોથી. લેપાતી નથી તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
૧.૧૦.
જેને મોહ નથી તેને દુઃખ નથી; જેણે તૃષ્ણાનો નાશ કર્યો તેણે મોહનો નાશ કર્યો, જેણે લોભને દૂર કર્યો તેણે તૃષ્ણાને દૂર કરી અને જેણે સંગ્રહ તજ્યો તેણે લોભને જ્યો.
૧૧. ૧.
બ્રહ્મ એટલે આત્મા. દેહ અને પરની આસક્તિથી મુક્ત મુનિ બ્રહ્મને અર્થે જે આચરણ કરે તેને બ્રહ્મચર્ય કહે છે.
૧૧ ૨.
નારીના સુંદર અંગો દષ્ટિ સમક્ષ આવવા છતાં જે પોતાના ચિત્તમાં મલિનભાવ અનુભવતો નથી એ ધન્ય આત્મા કઠિન બ્રહ્મચર્યભાવને ધારણ કરનારો છે એમ જાણવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org