________________
જ્યોતિર્મુખ
૨૯
૮૫
દેવો-મનુષ્યો-તિર્યંચો દ્વારા ગમે એવા ભયંકર ઉપદ્રવો. થાય તે છતાં ક્રોધ ન કરે તે આત્મામાં નિર્મલ ક્ષમાધર્મ છે એમ સમજવું.
હું સર્વ જીવોને ક્ષમા કરું છું. સર્વે જીવો મને ક્ષમા આપે. સર્વ પ્રાણીઓ પ્રત્યે મને મૈત્રીભાવ છે, કોઈનાય પ્રત્યે મને વેર નથી.
પ્રમાદના કારણે પૂર્વે મેં તમારી સાથે જો કોઈ અનુચિત વ્યવહાર કર્યો હોય તો, શલ્ય અને કષાયથી મુક્ત બની, હું તેની ક્ષમા યાચું છું.
જે શ્રમણ કુલ, રૂપ, જાતિ, બુદ્ધિ, તપ, શ્રત, શીલા વગેરેનો ગર્વ કરતો નથી તે ઉત્તમ માર્દવ(નમ્રતા) ધર્મને પામેલો છે એમ સમજવું.
અપમાન થવાના કારણરૂપ દુર્ગુણ થી જે સાવધાનપણે દૂર રહે છે તે સાચી માનાર્હ છે. ગુણ ન હોવા છતાં ગર્વ કરવાથી માનાઈ થવાતું નથી.
આ. આત્મા અનેકવાર ઉચ્ચગોત્રમાં અને અનેકવાર નીચ ગોત્રમાં જન્મ લઈ ચૂક્યો છે, પરંતુ એટલાથી તે નથી હીન બની જતો કે નથી ઉચ્ચ થઈ જતો માટે કોઈની અભિલાષા ન કરવી. આ સમજ્યા પછી કોણ ગોત્રવાદી બને ? કોણ માનવાદી બને? જે કુટિલ વિચાર નથી કરતો, કુટિલ કાર્ય નથી કરતો, કુટિલ વચન નથી બોલતો, જે પોતાના દોષને છૂપાવતો નથી એવો આત્મા આર્જવ (સરળતા) ધર્મને પામ્યો છે એમ સમજવું.
૯૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org