________________
જ્યાાતમુખ
૨૭
૭૮.
સમતામાં સ્થિત પુરુષના સંકલ્પ-વિકલ્પોનો નાશ થાય છે અને જે પદાર્થોનો સંકલ્પ તેને થાય છે તેમાં પણ વિષય સંબંધી તૃષ્ણા વધુને વધુ ક્ષીણ થતી જાય છે.
૭૯.
શરીર ભિન્ન છે, આત્મા ભિન્ન છે એ પરમસત્યના બોધ વડ દેહનું દુઃખદાયક અને કલેશજનક મમત્વ દૂર કરી.
મોક્ષની ઉપલબ્ધિ માટે, મન-વચન-કાયા દ્વારા કરણકરાવણ-અનુમોદન એમ ત્રણે પ્રકારે આશ્રવ દ્વારોને રોકો, ઈન્દ્રિયોને વશમાં રાખો તથા કષાયોને ખતમ કરો.
અંતરથી વિરક્ત મનુષ્ય શોકથી મુક્ત બની જાય છે. કમળનું પાંદડું પાણીમાં હોવા છતાં પાણીથી ભીંજાતું નથી એમ સંસારમાં રહેવા છતાં એવા મનુષ્યને દુ:ખોની પરંપરા અસર કરતી ન થી
૯. ધર્મસૂત્રા ધર્મ ઉત્કૃષ્ટ મંગળ છે, અહિસા સયમ અને તપ એ જ ધર્મ છે. જેનું મન સદા ધર્મમાં લીન રહે છે તેને દેવો પણ નમે છે
વસ્તુનો સ્વભાવ એ ધર્મ. ક્ષમા વગેરે દશ ગુણો એ ધર્મ છે; રત્નત્રયને પણ ધર્મ કહી શકાય અને જીવની રક્ષા-અહિસાને પણ ધર્મની વ્યાખ્યા ગણી શકાય.
પરમ ક્ષમા, પરમ મૃદુતા(માર્દવ), પરમ ઋજુતા(આર્જવ), પરમ સત્ય, પરમ શૌચ, પરમ સંયમ, પરમ તપ, પરમ ત્યાગ, પરમ આકિંચન્ય, પરમ બ્રહ્મચર્ય-આ દશ ઉત્તમ ગુણો એ જ ધર્મ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org