________________
જ્યોતિર્મુખ
૫૮.
૫૯
૬૦.
૬૧.
૬ ૨.
૬૩.
૬૪-૬૫.
Jain Education International
૨૧
કાયાથી મદોન્મત્ત અને વાણીથી ઉદ્ધત તેમજ ધન અને સ્ત્રીઓમાં અતિ આસક્ત માનવી, અળસિયું જેમ બંને બાજુથી માટીથી ખરડાય છે તેમ, બંને બાજુથી (શરીર અને મનથી) મલિન થાય છે.
સગા-સંબંધી, મિત્રો, પુત્રો કે બાંધવો—કોઈ એના દુ:ખમાં ભાગ પડાવી રાકતા નથી. એ એકલો જ દુઃખ વેઠે છે, કારણ કે કર્મ તેના કર્તાની પાછળ જ જાય છે.
ઝાડ પર ચડતી વખતે માણસ પોતાની ઈચ્છાથી ચડે છે. પણ પડતી વખતે એ પરવશ હોય છે. એમ લોકો કર્મ બાંધતી વખતે સ્વતંત્ર હોય છે પણ એ કર્મોનો ઉદય થાય ત્યારે પરાધીનપણે તેનું ફળ તેમણે ભોગવવું
પડે છે.
ક્યારેક લેણદાર બળવાન હોય છે તો ક્યારેક કરજદાર બળવાન હોય છે. એવી જ રીતે ક્યારેક જીવ કર્મને આધીન હોય છે (ભોગવતી વખતે) અને ક્યારેક કર્મ જીવને આધીન હોય છે (બાંધતી વખતે)
કર્મ, કર્મ તરીકે એક પ્રકારનું છે; દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારનુ પણ છે. દ્રવ્યકર્મ એટલે કર્મનાં પુદ્ગલોપરમાણુઓ અને ભાવકર્મ એટલે એ પરમાણુઓમા રહેલી વિકાર ઉત્પન્ન કરવાની રાક્તિ
જે ઈન્દ્રિય આદિને વશમાં રાખીને ઉપયોગ અર્થાત્ જ્ઞાન અને દર્શનની જાગૃત અવસ્થારૂપ આત્માનું ધ્યાન કરે છે તે કર્મો વડે લેપાતો નથી. એવા આત્માને દેહમન-પ્રાણ કેવી રીતે વળગે? અર્થાત્ તેને ફરી ફરી જન્મ લેવા પડતા નથી.
જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય - સંક્ષેપમાં કર્મના આ આઠ પ્રકારો છે.
For Private Personal Use Only
www.jainelibrary.org