________________
જ્યોતિર્મુખ
૩૮.
૩૯
૪૦
४१
૪૨
૪૩
૪૪.
Jain Education International
૧૫
પરંતુ, અનાર્યજાતિનાં માણસને તેની ભાષા વિના સમજાવી શકાતો નથી, તેમ વ્યવહારનય વિના પરમાર્થની એટલે કે નિશ્ચયનયની વાત પણ કહી-સમજાવી શકાતી નથી
વ્યવહાર અસત્ય છે
અવાસ્તવિક છે, નિશ્ચય સત્ય છે વાસ્તવિક છે. વાસ્તવિકતાનો આશ્રય લેનાર આત્મા સમ્યગ્દષ્ટ છે
નિશ્ચયનું આલંબન લેતા હોય પણ નિશ્ચયથી નિશ્ચયને જેઓ જાણતા-સમજતા ન હોય તેવા કેટલાક લોકો બાહ્ય આચરણમાં શિથિલ બની આચારધર્મનો નાશ કરે છે.
પરમ તત્વના જિજ્ઞાસુઓએ શુદ્ધ વસ્તુનું કથન કરનાર શુદ્ધનય દ્વારા પરમ તત્વનું જ્ઞાન મેળવવું અને જે લોકો પરમ તત્વને જાણવાની શક્તિ ધરાવતા નથી તેમને વ્યવહારનય દ્વારા બોધ આપવો.
નિશ્ચયઢષ્ટિએ કોઈ શ્રમણ કયા ભાવમાં છે તે જાણવું કઠિન છે; તેથીજ જેણે પ્રથમ ચારિત્ર અંગીકાર કર્યું હોય તેને પ્રથમ વદન કરવુ એવો વ્યવહાર છે.
માટે, બધા જ નય જો પોતાના પક્ષના આગ્રહી બને (એકાંગી બને) તો તે મિથ્યા બની જાય છે અને જો પરસ્પર સાપેક્ષ બને (અન્ય નયોનો પણ સ્વીકાર કરે) તો તેઓ સમ્યક્ રહે છે
ઉત્સર્ગ અને અપવાદ (સામાન્ય નિયમ અને વિશેષ નિયમ) અનુસાર જે જ્ઞાનાદિ પ્રવૃત્તિ કરાય તે સાચી હોય છે. એ રીતે (ઉત્સર્ગ-અપવાદની મર્યાદા પ્રમાણે) જે કંઈ કરવામાં આવે તે સઘળું ફળદાયક બને.
For Private Personal Use Only
www.jainelibrary.org