________________
૩૨
૪. નિરૂપણસૂત્ર જે વ્યક્તિ નય, પ્રમાણ અને નિક્ષેપ દ્વારા પદાર્થનું જ્ઞાન કરતો નથી તે અયુક્ત વાતને યુક્ત તથા યુક્ત વાતને અયુક્ત સમજી બેસશે.
૩૩.
જ્ઞાનને પ્રમાણ કહે છે, જ્ઞાન કરનાર વ્યક્તિના આશયને (દષ્ટિબિન્દુને) નય કહે છે અને યોગ્ય વિશ્લેષણવર્ગીકરણ દ્વારા) પદાર્થનો બોધ મેળવવાના ઉપાયને નિક્ષેપ કહે છે.
૩૪.
સર્વ નયોના મૂળ બે ભેદ છે – નિશ્ચયનય અને વ્યવહારનય. નિશ્ચયની સિદ્ધિ અર્થે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એવા બે ભેદ પણ જાણવા જોઈએ
૩૫.
એક અખંડ પદાર્થમાં રહેલા ધર્મોને જે પરસ્પર ભિન્ન ગણે છે એવા દષ્ટિકોણને વ્યવહારનય’ કહેવામાં આવે છે અને જે દૃષ્ટિકોણ પદાર્થના ધર્મોમાં ભેદ નથી સ્વીકરતો તેને નિશ્ચયનય’ કહે છે.
૩૬.
કોઈ વ્યક્તિમાં જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે એમ કહેવું એ વ્યવહારનયનું કથન છે નિશ્ચયનય એમ કહે છે કે જ્ઞાન, દર્શન કે ચારિત્ર એવા ભિન્ન ભિન્ન ધર્મો વસ્તુતઃ છે જ નહિ, માત્ર શુદ્ધ જ્ઞાતા નામક એક અખંડ પદાર્થ જ અસ્તિત્વ ધરાવે છે. આમ, નિશ્ચયન વ્યવહારનયના કથનનો નિષેધ કરે છે. મુનિવરો નિશ્ચયનયનો આશ્રય લઈને નિર્વાણની ઉપલબ્ધિ કરે છે.
૩૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org