________________
જ્યોતિર્મુખ
૧૧
રત્નત્રય એ છે ‘ગણ; મોક્ષમાર્ગ પર ગતિ કરવી એનું નામ ગચ્છ'; ગુણનો સમૂહ એ “સંઘ'; અને નિર્મળ એવો આત્મા એ છે ‘સમય’.
૨૭.
સંઘ ખરું આશ્વાસન છે, વિશ્વાસસ્થાન છે, શીતળતા કરનાર શીતગૃહ છે; હે સાધક, તું ગભરાઈશ નહિ, માતાપિતા સમાન સંઘ સર્વજીવોને શરણરૂપ છે.
૨૮
૨
૮
(સંઘને શરણે જનારો) સાધક જ્ઞાનનો અધિકારી બને છે, દર્શન અને ચારિત્રમાં સ્થિર થાય છે; માટે ધન્ય આત્માઓ જીવનપર્યત ગુરુકુલવાસને છોડતા નથી.
જેને ગુરુ ઉપર ભક્તિ નથી, બહુમાન નથી, ગૌરવ નથી, પ્રેમ નથી, તેમજ ગુરુની બીક કે શરમ પણ નથી એ માણસને ગુરુકુલવાસથી શો લાભ ?
૩૦-૩૧.
સંઘ એક કમળ સમાન છે, તે કર્મરૂપી પાણીમાં ઉત્પન્ન થાય છે; એને શ્રુતજ્ઞાનરૂપી લાંબી દાંડી છે; એ પાંચ મહાવ્રતરૂપી કર્ણિકા અને ગુણરૂપી તાંતણા ધરાવે છે; શ્રાવકજનરૂપી ભમરા તેને વીટળાયેલા રહે છે; જિનેશ્વરરૂપી. સૂર્ય દ્વારા વિકસિત થાય છે; હજારો શ્રમણો જાણે એનાં પાંદડા છે; આવા સંઘકમળનું સદા કલ્યાણ હો !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org