________________
૧. મંગલસૂત્ર અહંતોને નમસ્કાર, સિદ્ધોને નમસ્કાર આચાર્યોને નમસ્કાર. ઉપાધ્યાયોને નમસ્કાર. વિશ્વમાં રહેલા સર્વ સાધુઓને નમસ્કાર.
આ પાંચ પરમેષ્ઠીઓને કરેલા નમસ્કાર સર્વપાપોનો નાશ કરે છે અને તે સર્વ મંગળામાં પ્રથમ મંગળ છે.
૩-૫.
અહંતો મંગળકારી છે. સિદ્ધો મંગળકારી છે. સાધુઓ મંગળકારી છે. કેવલી કથિત ધર્મ મંગળકારી છે
અહતો લોકમાં ઉત્તમ છે. સિદ્ધો લોકમાં ઉત્તમ છે. સાધુઓ લોકમાં ઉત્તમ છે. કેવલી કથિત ધર્મ લોકમાં ઉત્તમ છે.
હુ અહંતોનું શરણ સ્વીકારું છું હું સિદ્ધોનું શરણું સ્વીકારું છું. હું સાધુઓનું શરણ સ્વીકારું છું. હું કેવલીકથિત ધર્મનું શરણ સ્વીકારું છું. મંગલકારી, લોકોત્તમ અને શરણદાયક, તથા મનુષ્યદેવ-વિદ્યાધરોથી પૂજિત, પરમ આરાધ્ય, પરમ વીર અને પરમ ગુરુ એવા પાંચ પરમેષ્ઠીઓનું ધ્યાન ધરો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org