________________
સ્યાદવાદ
૭૦૮.
૨૨૯ કંઈપણ કથન કરવું તેનું નામ શબ્દ. કથન માટે જે વર્ણસમૂહોનો ઉપયોગ કરાય છે તે પણ શબ્દ છે. શબ્દના અર્થ ઉપર ધ્યાન આપનાર નયને શબ્દનય કહ્યો છે.
૭૦૯.
એકાર્યવાચક શબ્દમાં પણ શબ્દનય લિંગભેદે અર્થભેદ માને છે. જેમ કે મુખ્ય શબ્દ પુલ્ડિંગમાં નક્ષત્રવાચી છે, સ્ત્રીલિંગમાં “પુષ્પા” રૂપે કહેવાય તો તે એક સ્વતંત્ર તારાનો વાચક છે એમ શબ્દનય કહેશે. શબ્દનય એમ પણ માને છે કે વ્યાકરણ દ્વારા જે અર્થ નીકળે છે તે અર્થમાં જ તે શબ્દનો વ્યવહાર થવો જોઈએ. દેવ એટલે દેવલોકમાં રહેલો દેવ જ, અન્ય કોઈને દેવ. કહી શકાય નહિ.
૭૧ ૦.
૭૧૧.
સમભિરૂઢ નય એવું માને છે કે અર્થ જેમ શબ્દ પર આરૂઢ છે – શબ્દથી બંધાયેલો છે તેમ શબ્દ પણ અર્થથી બંધાયેલો છે. અર્થાત્ દરેક શબ્દ ભિન્ન ભિન્ન પદાર્થનો વાચક છે, પછી ભલે તે પર્યાયવાચી ગણાતો હોય. ઈન્દ્ર, શક, પુરંદર વગેરે શબ્દો ભિન્ન ભિન્ન અર્થ જણાવે
૭૧ ૨.
(સમભિરૂઢ નયના મતે દરેક શબ્દ ભિન્ન ભિન્ન પદાર્થનો બોધક છે. ઈન્દ્ર શબ્દ ઈન્દ્રના એશ્વર્યનો વાચક છે, પુરંદર શબ્દ પુર નામના શગુનો ઈને નાશ કર્યો એટલો જ અર્થ દર્શાવે છે.)
જ્યારે શબ્દાર્થ પ્રમાણે પદાર્થ વિદ્યમાન હોય છે ત્યારે જ તે શબ્દ તેના માટે પ્રયોજી શકાય એમ એવંભૂત નય કહે છે. (શબ્દથી સૂચિત ક્રિયા કે ગુણ જ્યારે પદાર્થમાં જણાતા ન હોય ત્યારે તે શબ્દ તેને લાગુ પડે નહિ. આ નય મુજબ, ઈન જ્યારે પુરનો નાશ કરતો હતો ત્યારે જ પુરંદર હતો. ઈન્દ્રને હંમેશાં પુરંદર કહી શકાય નહિ.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org