________________
તત્ત્વ-દર્શન
૬૫ ૨.
૨૦૭ પરમાણુના ટૂકડા થતા નથી; તે પોતે નાનામાં નાનો ટૂકડો છે; વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ તેમાં સદાય હોય છે. સ્નિગ્ધ અને રુક્ષ સ્પર્શના કારણે બે, ત્રણ, ચાર કે અસંખ્ય-અનંત પરમાણુ જોડાય છે અને સ્કન્ધનું રૂપ ધારણ કરે છે. બે પ્રદેશવાળાં કે વધુ પ્રદેશવાળાં સ્કન્ધો પોતપોતાના પરિણમન દ્વારા પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ કે વનસ્પતિ વગેરેનું સૂક્ષ્મ કે બાદર(સ્થૂલ) રૂપ ધારણ કરે છે અને આકાર મેળવે છે.
૬૫૩.
૬૫૪.
આ લોક પુગલના સૂક્ષ્મ-બાદર સ્કલ્પોથી ઠાંસી ઠાંસીને ભરેલો છે. કેટલાક સ્કન્ધો શરીર, કર્મ આદિની રચનામાં કામ આવે છે, તો કેટલાક ઉપયોગમાં ન આવી શકે એવાં હોય છે.
૬૫૫.
જે પુદ્ગલ સ્કન્ધો કર્મરૂપે પરિણમન કરવા યોગ્ય હોય છે તે જીવની પરિણતિ(અધ્યવસાય)નું નિમિત્ત મળતાં સ્વયં કર્મપણું પામે છે અને જીવની સાથે સંયોગમાં આવે છે. પરંતુ જીવ પુદ્ગલોનું પરિણામન ( નિશ્ચયદષ્ટિએ) કરતો નથી. જીવ, સામે આવેલા વિષયને જેવા ભાવે જુએ અને જાણે તે ભાવથી તે જાતે રંગાય છે અને તે ભાવથી તે કર્મોને ખેંચે છે.
૬૫૬.
૬પ૭.
જીવો જ્યારે કર્મ બાંધે છે ત્યારે છયે દિશામાંથી કર્મયુગલોને આકર્ષે છે. અને ગ્રહણ કરેલાં એ પુદ્ગલો આત્માના સર્વ પ્રદેશો સાથે બંધાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org