________________
તત્ત્વ-દર્શન
૬૪૬.
૨૦૫ જીવ પોતાના નાના કે મોટા શરીર પ્રમાણે નાનો-મોટો હોય છે - તે ફેલાઈ શકે છે અને સંકોચાઈ પણ શકે છે; આ વ્યવહારનય થી સમજવું. નિશ્ચયનયથી જીવ નાનોમોટો નથી; તે અસંખ્યાત પ્રદેશ છે.
૬૪૭.
જેમ પદ્મરાગરત્નને દૂધમાં રાખીએ તો તેની લાલ કાંતિ. સમગ્ર દૂધમાં ફેલાઈ જાય છે તેમ જીવ દેહમાં હોય ત્યારે સંપૂર્ણ દેહમાં વ્યાપીને રહે છે.
૬૪૮.
૬૪ ૯.
૬૫૦.
( નિશ્ચય દષ્ટિથી) આત્મા જ્ઞાનપ્રમાણ છે, (જ્ઞાન એ જ આત્મા છે, અને જ્ઞાન તેના ય પદાર્થોના પ્રમાણનું છે. અને લોક-અલોક બધું જ જ્ઞાનનું ય છે માટે જ્ઞાન સર્વવ્યાપી છે અને તેથી આત્મા પણ સર્વવ્યાપી છે. જીવો બે પ્રકારના છે : સંસારી અને મુક્ત. બંનેના લક્ષણ સરખાં છે- બંને ચેતન છે, બંનેમાં જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ હોય છે. માત્ર સંસારીને દેહ હોય છે, મુક્તને દેહ નથી હોતો. પીકા , અકાય, તે ઉકાય, વા ય કાય અને વનસ્પતિકાય— આ પાંચ પ્રકારનાં જીવોને એક જ ઈન્દ્રિય હોય છે અને તે બધા સ્થાવર હોય છે. જેમને બે, ત્રણ, ચાર કે પાંચ ઈન્દ્રિય હોય તેમને ત્રસ કહેવાય છે. (માટી, પાણી, અગ્નિ, વાયુ અને બધી જ વનસ્પતિ એકેન્દ્રિય સ્થાવર જીવ છે. શંખ, છીપલાં વગેરેને બે ઈક્રિય હોય છે. કીડી, મંકોડા વગેરેને ત્રણ ઈન્દ્રિય હોય છે. ભમસ, વીંછ વગેરેને ચાર ઈન્દ્રિય અને મનુષ્ય, પશુ-પ, દેવ, નારકોના જીવોને પાંચ ઈન્દ્રિય હોય છે.)
૩૬. સૃષ્ટિસૂત્ર લોક અકૃત્રિમ છે–કોઈએ બનાવેલો નથી. તે અનાદિ છે અને અનંત છે. તેનું નિર્માણ તેના તેના સ્વભાવથી જ થયું છે. તે આકાશના એક ભાગરૂપ છે, નિત્ય છે અને જીવ-અજીવ પદાર્થોથી પરિપૂર્ણ છે.
૬૫૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org