________________
તત્ત્વ-દર્શન
૬૪૧.
૬૪૨.
૬૪૩.
૬૪૪.
૬૪૫.
Jain Education International
૨૦૩
સ્કન્ધના છ પ્રકાર આ પ્રમાણે છે : અતિસ્કૂલ, સ્થૂલ, સ્થૂલસૂક્ષ્મ, સૂક્ષ્મસ્થૂલ, સૂક્ષ્મ અને અતિસૂક્ષ્મ. પૃથ્વી વગેરે તેનાં ઉદાહરણ છે.
અતિ સ્થૂળ પુદ્ગલસ્કંધનું ઉદાહરણ પૃથ્વી એટલે કે માટી છે. સ્થૂળસ્કંધનું ઉદાહરણ જળ છે. સ્થૂળસૂક્ષ્મ સ્કંધ એટલે છાયા અથવા પ્રકાશ જે નેગેન્દ્રિયથી ગ્રાહ્ય છે. સૂક્ષ્મસ્થળ સ્કંધમાં નેત્ર સિવાયની ચાર ઈન્દ્રિયોથી ગ્રાહ્ય એવાં રસ-ગંધ-સ્પર્શ-શબ્દનો સમાવેશ થાય છે. સૂક્ષ્મસ્કંધનું ઉદાહરણ કાર્મણ વર્ગણા(કર્મ પુદ્ગલો) અને અતિસૂક્ષ્મ પુદ્ગલસ્કંધનું ઉદાહરણ બે-ત્રણ પરમાણુ ધરાવતા સ્કંધો છે.
જેમાં આદિ, અંત કે મધ્ય નથી, જેની અંદર ભાગ નથી, જે ઈન્દ્રિયોથી જાણી શકાતો નથી, એવા અવિભાજ્ય દ્રવ્યને શ્રી જિનેશ્વરે પરમાણુ કહ્યો છે.
જેમાં સદા પૂરણ અને ગલન (કંઈક ઉમેરાવું અને કંઈક ઓછું થવું, જોડાવું અને છૂટા થવું) વગેરે ક્રિયાઓ ચાલ્યા કરે છે, જેનાં વર્ણ-ગંધ-સ-સ્પર્શ વગેરે ગુણોમાં પણ વધઘટ થયા કરે છે તે પદાર્થને પુદ્ગલ કહેવાય છે. પુદ્ગલના સ્કન્ધ અને પરમાણુ-બંને પ્રકારોમાં આવું પરિવર્તન ચાલતું જ રહે છે.
જે વિવિધ પ્રકારના પ્રાણો વડે જીવે છે, જીવશે અને જીવ્યો હતો તે જીવ. ઈન્દ્રિય, આયુષ્ય, ઉચ્છ્વાસ, મનવચન-કાયાનું બળ વગેરે પ્રાણોની સહાયથી જીવ જીવે
છે.
For Private Personal Use Only
www.jainelibrary.org