________________
તત્ત્વ-દર્શન
૬૩૪.
૬૩૫.
૬૩૬.
૬૩૭.
૬૩૮.
૬૩૯.
૬૪૦.
Jain Education International
૨૦૧
અધર્માસ્તિકાય દ્રવ્ય ધર્માસ્તિકાય જેવું છે. પૃથ્વી જેમ જીવોને સ્થિતિ કરવામાં મદદ કરે છે તેમ તે જીવ અને પુદ્ગલને સ્થિતિક્રિયામાં તટસ્થરૂપે સહાયક બને છે.
આકાશાસ્તિકાય અચેતન, અમૂર્ત અને વ્યાપક છે તેનો સ્વભાવ વસ્તુઓને અવકાશ આપવાનો છે; લોકાકાશ અને અલોકાકાશ એમ તેનાં બે પ્રકાર શ્રી જિનેશ્વરે કહ્યાં છે.
જ્યાં જીવ અને અજીવ છે તે લોક છે. જ્યાં જીવો વિગેરે દ્રવ્યો નથી અને માત્ર આકાશ છે તે અલોક છે.
કાળદ્રવ્યમાં સ્પર્શ-રૂપ-૨સ-ગંધ-વર્ણ વગેરે ગુણો નથી, તેમાં ગુરુતા કે લઘુતા નથી; વર્તના એ કાળનું મુખ્ય લક્ષણ છે.
(વર્તના
પરિવર્તન.)
જીવ અને પુદ્ગલમાં વિવિધ પરિવર્તન થાય છે. એમના પર્યાયો(બદલાતી અવસ્થાઓ)નો પ્રમુખ આધાર કાળ છે. (આ નિશ્ચયદૅષ્ટિથી કાળની વ્યાખ્યા છે.)
સમય, આવલિ, ઉચ્છ્વાસ, પ્રાણ, સ્તોક વગેરે વ્યવહાર કાળના ભેદો છે એમ વીતરાગોએ કહ્યું છે.
પુદ્ગલ દ્રવ્યના અણુ અને સ્કંધ- એમ બે પ્રકારો છે. સ્કંધ પાછા છ પ્રકારનાં છે. પરમાણુ બે પ્રકારનાં છે.
(સ્કન્ધ
–
બે અથવા તેથી અધિક પરમાણુનું જોડાણ)
For Private Personal Use Only
www.jainelibrary.org