________________
તત્ત્વ-દર્શન
૬ ૨૭.
૧૯ પુદ્ગલ અને જીવ એ બે દ્રવ્યો સક્રિય છે–ક્રિયાશીલ છે. જીવને ક્રિયામાં મુગલ બાહ્ય સાધનરૂપ બને છે અને પુગલને કાળ સાધનરૂપ બને છે.
૬ ૨૮.
ધર્મ, અધર્મ, આકાશ—એટલાં દ્રવ્યો વ્યક્તિ તરીકે એકએક છે. કાળ, પુદ્ગલ અને જીવ એ ત્રણ દ્રવ્યો અનંતઅનંત સંખ્યામાં છે.
૬ ૨૯.
ધર્મ અને અધર્મનું કદ લોક જેટલું છે. આકાશ લોક અને અલોકમાં વ્યાપ્ત છે, વ્યાવહારિક કાળ માત્ર મનુષ્યક્ષેત્રમાં છે.
૬ ૩૦.
૬ ૩૧.
બધાં દ્રવ્યો એક બીજામાં પ્રવેશ કરે છે, દરેક દ્રવ્ય બીજા. દ્રવ્યને અવકાશ આપે છે–અવરોધતું નથી; સદા એકબીજામાં ભળી જતાં હોવા છતાં દ્રવ્યો પોતાના સ્વભાવને છોડતા નથી. ઘર્માસ્તિકાય રસ-વર્ણ-ગંધ-શબ્દ-સ્પર્શ વગેરે ગુણોથી, રહિત છે, લોકાકાશમાં વ્યાપ્ત છે, અખંડ છે, વિશાળ છે અને અસંખ્યાત પ્રદેશ છે. (પ્રદેશ = પદાર્થના અંતિમ અવિભાજ્ય અંશને પ્રદેશ કહે છે. ધર્મ, અધર્મ, આકાશ અને જીવના પ્રદેશો હોય છે. મુગલના અવિભાજ્ય અંશને પરમાણુ કહેવામાં આવે છે; કાળને અંશ હોતા નથી.) જેવી રીતે પાણી જળચર જીવોને ગમનમાં સહાયક બને છે તેમ જીવ અને પુદ્ગલને ધર્મદ્રવ્ય ગતિમાં સહાયક બને છે.
૬ ૩ ૨.
૬ ૩૩.
ધર્માસ્તિકાય પોતે ગતિ કરતું નથી અને અન્ય દ્રવ્યને ગતિ કરવા પ્રેરતું નથી, પરંતુ જીવ અને પુદ્ગલની ગતિક્રિયામાં તે તટસ્થ સહાયક રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org