________________
તત્ત્વ-દર્શન
૧૭
૬ ૨ ૨.
પત્થર વગેરે ભારના કારણે પાણીમાં ડૂબેલું તુંબડું ભાર નીકળી જતાં પાણી ઉપર આવી તરવા લાગે છે; એરંડિયાના ફળ સૂકાઈને ફાટે છે ત્યારે બી ઉછળીને ઉપર ઉડે છે; અગ્નિનો ધૂમાડો હમેશાં ઉપરની તરફ જાય છે; ધનુષ્યમાંથી છૂટેલું તીર તીવ્રગતિથી સીધું જાય છે–આ બધાંની ગતિ તેમની પૂર્વની સ્થિતિના પ્રભાવ હેઠળ તે તે પ્રકારની થાય છે તેમ, દેહથી મુક્ત આત્માની ઉર્ધ્વગતિ પણ તેના તેના સ્વભાવથી થાય
૬ ૨ ૩.
મુક્તાવસ્થા બાધારહિત છે, અતીન્દ્રિય છે અનુપમ છે, પુણ્ય-પાપથી મુક્ત છે, ત્યાંથી પાછા ફરવાનું નથી; તે નિત્ય છે, અચળ છે અને નિરાલંબ છે.
૬ ૨૪.
૩૫. દ્રવ્યસૂત્ર ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાલ, પગલાસ્તિકાય અને જીવાસ્તિકાય – લોક આ છે દ્રવ્યોનો બનેલો છે એમ પરમદર્શી જિનેશ્વરોએ કહ્યું છે.
૬ ૨૫.
આકાશ, કાલ, પુગલ, ધર્મ અને અધર્મ–એમાં ચૈતન્ય નથી હોતું તેથી તે અજીવ છે. જીવમાં ચૈતન્ય છે.
૬ ૨૬.
આકાશ, કાલ, જીવ, ધર્મ અને અધર્મ-આટલાં દ્રવ્ય અમૂર્ત છે, પુદ્ગલ દ્રવ્ય મૂર્તિ છે. આ બધામાં કેવળ જીવ જ ચેતન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org