________________
તત્ત્વ-દર્શન
૬૧૬.
૬૧૩.
૬૧૮.
૬૧૯.
૬ ૨૦.
૬ ૨૧
Jain Education International
૧૯૫
એ સ્થિતિનું વર્ણન કરવામાં શબ્દો પાછાં પડે છે, તર્કનું ત્યાં કામ નથી, બુદ્ધિ ત્યાં પ્રવેશી શકતી નથી. એ છે ઓજસરૂપ-જ્યોતિર્મય અને અશરીરી જ્ઞાનમય સ્થિતિ
માત્ર.
જ્યાં નથી દુઃખ, નથી સુખ, નથી પીડા કે નથી બાધા; નથી જન્મ, નથી મરણ- એ જ છે નિર્વાણ.
.
નથી ઈન્દ્રિયો, નથી ઉપસર્ગો, નથી મોહ, નથી વિસ્મય, નથી નિદ્રા, નથી તરસ, નથી ભૂખ–એ જ છે નિર્વાણ.
નથી કર્મ, નથી નોકર્મ, નથી ચિન્તા, નથી આર્તધ્યાન, નથી રૌદ્રધ્યાન, નથી ધર્મધ્યાન કે નથી શુક્લધ્યાનએ જ નિર્વાણની અવસ્થા છે.
(નોકર્મ = કર્મથી થયેલ વસ્તુઓ, અવસ્થાઓ. આર્તધ્યાન = દુઃખમય વિચારધાસ. રૌદ્રધ્યાન = દ્વેષમય વિચારધારા.)
ત્યાં છે માત્ર જ્ઞાન, માત્ર સુખ, માત્ર વીર્ય, માત્ર દર્શન; ત્યાં છે માત્ર અમૂર્ત-નિરાકાર અસ્તિત્વ-સત્તા માત્ર.
નિર્વાણ, અબાધા, સિદ્ધિ, લોકાગ્ર, ક્ષેમ, શિવ, અનાબાધ-આ બધાં એ સ્થિતિનાં નામ છે જેને પ્રાપ્ત કરવા મહર્ષિઓ સાધના કરે છે.
For Private Personal Use Only
www.jainelibrary.org